આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
ગાંધીજીનો અક્ષરદેહ


તરફ મને તમારું ધ્યાન ખેંચવા દો. ડયૂક પોતે સાંસ્થાનિકોનાં હિતો સાથે ઘણા જ ઓતપ્રોત થયેલા છે. તેઓ તાજેતરમાં જ કિવન્સલૅન્ડથી પાછા ફર્યા હતા. તેમણે તેમના શ્રોતાઓને કહ્યું કે બિનગોરા મજૂરો દાખલ કરવા સામેનું ત્યાંનું આંદોલન ખુદ ગોરા વસવાટ કરનારાઓને માટે ખૂબ જ ખતરનાક નીવડયું હતું. તેઓ એવી આશા રાખતા હતા કે બિનગોરા મજૂરોને આવતા અટકાવીને તેઓ હરીફાઈને નાબૂદ કરી દેશે. તેઓ ભૂલથી એવું માનતા હતા કે આ હરીફાઈ તેમને કામ વિનાના બનાવી રહી છે.

પા. ૧૦૦ ઉપર એ જ સજજન આગળ કહે છે :

જેટલે અંશે સ્વતંત્ર હિંદી વેપારીઓ, એમની હરીફાઈ અને તેને પરિણામે જેનાથી જનતાને ફાયદો થાય છે (અને છતાં વિચિત્ર વાત તો એ છે કે એની એ ફરિયાદ કરે છે) એવા વપરાશની ચીજોના ભાવોમાં થયેલા ઘટાડાને સંબંધ છે તેટલે અંશે એ વાત સ્પષ્ટપણે બતાવવામાં આવી છે કે આ હિંદી દુકાનોને ગોરા વેપારીઓની મોટી પેઢીઓએ ખાસ કરીને પોષી છે અને આજે પણ તે પોષી રહી છે. આ રીતે એ લોકો આ હિંદી વેપારીઓને પોતાનો માલ ખપાવવા માટેના લગભગ નોકર જેવા બનાવી દે છે.

તમે ઈચ્છતા હો તો તમે હિંદીઓને આવતા રોકી દો, આજે જે ખાલી ઘરો પૂરતાં નહીં હોય તો આરબો અને હિંદીઓને કાઢીને વધારે ખાલી કરો; આ લોકો એમાં રહે છે અને અડધીથી પણ ઓછી વસ્તીવાળા દેશની ઉત્પાદનની અને વાપરવાની શક્તિમાં ઉમેરો કરે છે. પણ આપણે તપાસની આ એક બાબતનાં પરિણામોને, બીજી બાબતોના ઉદાહરણ તરીકે ગણીને વિગતે તપાસીએ. આપણે એ તપાસીએ કે ખાલી પડેલાં ઘરો કેવી રીતે મિલકત અને સરકારી લોનોના ભાવોને ઘટાડી દે છે, આની પાછળ કેવી રીતે બાંધકામના ધંધામાં અને એવા બીજા ધંધાઓમાં તથા તેના પર આધાર રાખતી પુરવઠા માટેની દુકાનોમાં મંદી આવે છે. એ જુઓ કે કેવી રીતે આનું પરિણામ ગોરા યાંત્રિકો માટેની ઘટતી જતી માગમાં આવે છે અને આટલા બધા લોકોની ખર્ચ કરવાની શક્તિમાં મંદી આવવાથી પછી કેવી રીતે સરકારી આવકમાં તૂટ પડવાની સંભાવના ઊભી થાય છે અને તેમાંથી નોકરોની સંખ્યામાં કાપકૂપની અથવા કર વધારાની અથવા બંનેની જરૂર ઊભી થાય છે. આ પરિણામનો અને વિગતે ગણતરી નહીં કરી શકાય એવાં બીજાં અસંખ્ય પરિણામોનો મુકાબલો કરો અને જો આંધળા જાતિવિષયક લાગણીવેડા અગર ઈર્ષાનો જ વિજય થવાનો હોય તો તેમ થવા દો.

મિ. હેન્રી બિસે કમિશન આગળ નીચેની મતલબની જુબાની આપી (પા. ૧૫૬ ) :

મારા અભિપ્રાય પ્રમાણે સ્વતંત્ર હિંદી વસ્તી કોમ કે સમાજનો સૌથી ઉપયોગી વર્ગ છે. આ હિંદીઓનો એક મોટો સમૂહ સામાન્ય રીતે ધારી લેવામાં આવે છે તેના કરતાં ખૂબ જ મોટો સમૂહ સંસ્થાનમાં નોકરી કરે છે. ખાસ કરીને તેઓ ગામડાંઓમાં અને શહેરોમાં ઘરોના નોકરો તરીકે રોકાયેલા છે. તેઓ મોટા પાયા ઉપર માલ ઉત્પન્ન કરનારા છે, અને થોડી તસ્દી લઈને મેં જે માહિતી એકઠી કરી છે તેના ઉપરથી હું એવાં અનુમાન ઉપર આવ્યો છું કે સ્વતંત્ર હિંદીઓએ છેલ્લાં બે ત્રણ વર્ષ થયાં દર વર્ષ લગભગ ૧,૦૦,૦૦૦ મણ મકાઈ પેદા કરી છે, એ ઉપરાંત મોટા જથ્થામાં તંબાકુ અને બીજી ચીજો પેદા કરી છે. સ્વતંત્ર હિંદીઓની વસ્તી હસ્તીમાં આવી તે પહેલાં