આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
નાતાલમાં શાકાહાર


હેવાલ મુજબ આ માનનીય સજજને[૧] એ પણ કહ્યું છે:
નાતાલમાં અમને (સાંસ્થાનિકોને) ચોકસ સંજોગોમાં જવાબદાર રાજતંત્ર સોંપવામાં આવ્યું હતું. અમારાં વિધેયકને મંજૂરી આપવાની આપે ના પાડી તેને લઈને આ સંજોગો બિલકુલ બદલાઈ ગયા છે. આપે એક એવી ખતરનાક પરિસ્થિતિ પેદા કરી દીધી છે કે આપે અમને જે અધિકાર સોંપ્યો હતો તે આપને પરત કરી દેવાની અમારી સ્પષ્ટ ફરજ થઈ પડી છે.

આ બધું સત્ય બીનાથી કેટલું વિરુદ્ધ છે ! એમાં એવું માની લેવાયું છે કે હવે બ્રિટિશ સરકાર હિંદી મતાધિકારને સંસ્થાનને માથે મારવાનો પ્રયાસ કરે છે, જયારે સાચી બીના એ છે કે જવાબદાર સરકાર એને સત્તા સોંપતી વખતે જે પરિસ્થિતિ હતી તેમાં મહત્ત્વનો ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તો પછી ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠેલી સરકાર જો એવું કહે તો તેને યોગ્ય નહીં ઠરાવી શકાય કે "અમુક નિશ્ચિત સંજોગોમાં અમે તમને જવાબદાર રાજતંત્ર સોંપ્યું. ગયા વર્ષનાં તમારાં વિધેયકથી પેદા થયેલી પરિસ્થિતિને કારણે એ સંજોગો હવે તદ્દન ફરી ગયા છે. તમે આખા બ્રિટિશ બંધારણ અને ન્યાયના બ્રિટિશ ખ્યાલને એવા તો ભયજનક થાય એવા સંજોગો ઊભા કર્યા છે કે અમારી એ ચોખ્ખી ફરજ થઈ પડે છે કે તમને જેના પર બ્રિટિશ બંધારણ આધાર રાખે છે એવા પાયાના સિદ્ધાંતો સાથે રમત કરવા નહીં દેવી."

મારું કહેવું એ છે કે જે સમયે જવાબદાર રાજતંત્ર સ્વીકારવામાં આવ્યું તે સમયે મિ. મેડનનો વાંધો યોગ્ય માની શકાયો હોત. યુરોપિયન સાંસ્થાનિકોએ હિંદીઓનો મતાધિકાર છીનવી લેવાની વાતનો આગ્રહ રાખ્યો હોત તો તેમને કદી જવાબદાર રાજતંત્ર અપાયું હોત કે કેમ એ વળી બીજો જ પ્રશ્ન છે.

મો. ક. ગાંધી


[ મૂળ અંગ્રેજી]


ટી. એલ. કલિંગવર્થ, મુદ્રક, ૪૦ ફિલ્ડસ્ટ્રીટ ડરબન, ૧૮૯૫ એમણે છાપેલી પુસ્તિકા ઉપરથી.


  1. ૧. આ નિર્દેશ મિ. મેડન વિષે છે. જુઓ પા. ૨૨૦.



૬૮. નાતાલમાં શાકાહાર

નાતાલમાં અને ખરેખર દક્ષિણ આફ્રિકાભરમાં આ કામ નેવનાં પાણી મોભે ચડાવવા જેટલું મુશ્કેલ છે. છતાં પણ એવાં નહીં જેવાં જ સ્થાનો છે જ્યાં શાકાહાર અહીંના કરતાં વધારે આરોગ્યદાયક, અથવા વધારે સસ્તો અથવા વ્યવહારુ બને. અલબત્ત હાલમાં, શાકાહારી રહેવાનું ભાગ્યે જ સસ્તુ છે અને નક્કી તેમાં ભારે આત્મસંયમની જરૂર પડે છે. નવા શાકાહારી બનવાનું તો લગભગ અશકય લાગે છે. આ બાબતની કૂડીબંધ માણસો જોડેની વાતચીત દરમિયાન મારી તપાસમાં સૌએ જે એકનો એક સવાલ કર્યો તે છે "લંડનમાં, જ્યાં કૂડીબંધ શાકાહારી રેસ્ટોરાં છે ત્યાં એ બધું ઠીક છે. પણ દક્ષિણ આફ્રિકામાં જ્યાં નહીં જેવો શાકાહારી પૌષ્ટિક ખોરાક મળી આવે છે ત્યાં તમે કેવી રીતે શાકાહારી રહી શકો અથવા બની શકો?" દક્ષિણ આફ્રિકામાં હવામાન સમશીતોષ્ણ છે અને એનું શાક ફળ આદિ લીલોતરીનું ઉત્પાદન