આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
ગાંધીજીનો અક્ષરદેહ


. . . હાલનું વિધેયક પાછલા હાથની કરામત નહીં તો બીજું શું છે? એનો પૂરો હેતુ જે વસ્તુ ગઈ વખતની બેઠકનો કાનૂન પાર પાડવામાં નિષ્ફળ ગયો હતો તેને ચૂપચાપ અને પાછલે હાથે અમલી બનાવવાનો પ્રયાસ કરવાનો છે. મિ. એસ્કંબે સ્વીકાર્યું કે આ કાનૂન નિર્દય રીતે કચરનારો છે અને એ વાતને જ તેઓ શાહી સરકારની સ્વીકૃતિ મેળવવાની નિષ્ફળતાનું કારણ માનતા હતા. વધારામાં તેમણે એ પણ સ્વીકાર્યું કે હાલના વિધેયકનો બરાબર તે જ હેતુ છે જે પેલાં "ઘાતકી" વિધેયકનો હતો, માત્ર એ પોતાનો હેતુ પ્રમાણિકપણે અને સરળતાપૂર્વક જણાવતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો એ સીધેસાદે રસ્તે દેખીતી રીતે જ જે ધ્યેય સિદ્ધ થાય એમ નથી તેને ચૂપચાપ પાછલે હાથે સિદ્ધ

કરવા મથે છે.

જો સમ્રાજ્ઞીની સરકારને ખાતરી થઈ હોય કે નાતાલમાં હિંદી મતાધિકારને નિયંત્રિત કરવા માટે કાનૂન બનાવવાની ખરેખરી જરૂરિયાત છે અને તેને એવું સમાધાન થઈ ગયું હોય કે જાતિગત કાનૂન સિવાય આ પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ નથી, અને વધારામાં સમ્રાજ્ઞીની સરકાર સંસ્થાનોના એવા મતને મંજૂર રાખતી હોય કે ૧૮૫૮ના ઉદાર ઢંઢેરા છતાં બ્રિટિશ હિંદી પ્રજાજનો સાથે યુરોપિયન બ્રિટિશ પ્રજા કરતાં જુદા જ ધોરણે વર્તાવ રાખવામાં આવે તો પછી તમારા અરજદારોનું કહેવું એ છે કે બેવડા અર્થવાળો કાનૂન કરીને કોરટબાજી અને હેરાનગતિને માટે દરવાજા ખુલ્લા રાખવાને બદલે સમ્રાજ્ઞીની સરકારના અભિપ્રાય મુજબ હિંદીઓને જે કોઈ હકો અને વિશેષાધિકારો ભોગવવા દેવા નહીં હોય તેમાંથી તેમને નામ દઈને બાદ રાખવાનું અનેક રીતે વધારે સારું અને વધારે સંતોષકારક થઈ પડશે.

એ વાત સ્વીકારવામાં આવેલી છે કે જો વિધેયકને મંજૂરી અપાશે તો એના અર્થની સંદિગ્ધતાને લઈને તે છેડા વિનાની કોરટબાજીને જન્મ આપશે. એ વાત પણ પ્રથમ મહત્વની વાત તરીકે સ્વીકારવામાં આવી છે કે હિંદી મતાધિકારના પ્રશ્નનો, નાતાલના માનનીય મુખ્ય મંત્રીના શબ્દોમાં કહીએ તો "છેવટનો ઉકેલ કરી દેવો જોઈએ". આમ છતાં નાતાલમાંના લોકમતના મોટા ભાગના આગેવાનોના અભિપ્રાય મુજબ આ વિધેયક આ પ્રશ્નનો છેવટનો ઉકેલ કાઢી શકશે નહીં.

નાતાલ ધારાસભામાંના વિરોધ પક્ષના આગેવાન મિ. બિન્સે, એ વાત સ્પષ્ટ કરવા માટે કે હિંદમાં હિંદીઓ સંસદીય મતાધિકાર ઉપર રચાયેલી ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવે છે, સંખ્યાબંધ ઉતારાઓ ટાંકયા છે, જેમાં તેમણે નીચેની હકીકત જણાવી છે:

હું આશા રાખું છું કે આ કારણસર આ વિધેયક ભૂલભર્યું છે એ મેં સ્પષ્ટ રીતે

બતાવી આપ્યું છે. હિંદમાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ મોજૂદ છે અને ત્યાં ચૂંટણીનું તત્ત્વ માન્ય થયેલું છે. તેઓ સંસદીય મતાધિકાર ધરાવે છે અને એમને ત્યાં સ્થાનિક સરકાર ઉપર અસર કરે એવો બહુ ભારે મ્યુનિસિપલ મતાધિકાર અસ્તિત્વમાં છે. અને જો સ્થિતિ આ પ્રમાણે જ હોય.' તો પછી આપણે માટે આ વિધેયક પસાર કરવાનો અર્થ જ શો છે? વિધાનસભા આગળ મેં રજૂ કરેલી હકીકતો મેં મળી શકે એવી ઉત્તમ અધિકારી વ્યક્તિઓ પાસે મેળવી છે. અને તેના ઉપરથી એ વાત સાબિત થાય છે કે આ સંસ્થાઓ અસ્તિત્વમાં છે. એક મુદ્દા બાબતમાં શંકાને કોઈ કારણ નથી કે આ પ્રકારનું વિધેયક પસાર થઈને કાનૂન બન્યું તો ते आपणने छेडा विनानी कोरटबाजी, मुश्केलीओ अने हेरानगतिओमां मूकी देशे. विधेयक जेटलुं होवुं जोईए एटलुं स्पष्ट अथवा चोक्क्स