આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
ગંગા–ગુર્જર વાર્તા


ગંગા તો સડક જ થઇ ગઇ. શેઠાણીના બરાડાથી કમળી પણ જાગી ઊઠી, ને મોહનચંદ્ર પણ જાગી ઉઠ્યા.

“એ શું છે ગંગા ?”

“કંઈ નહિ, સસરાજી.”

“ત્યારે આટલો બધો શોરબકોર શાનો થઇ રહ્યો છે ?”

ગંગા કંઈ પણ બોલી નહિ. તેની બોલવાની હિંમત પણ ચાલી નહિ. ડોસાએ ઉઠવાનો યત્ન કીધો, પણ તેટલામાં ગંગાએ કહ્યુંઃ “તમે તમારે સૂઈ રહોની, એ તો હું ને સાસુજી વાત કરીએ છીએ.”

“કોણ પેલી કર્કશા આવી છે કે ?”

“કેમ, મરવા સૂતા છો ત્યાં પણ એ જ વાત કે ?” શેઠાણી બોલ્યાં.

“એ પ્રભુ, અરે અંબા મારી મા ! તું મારી સંભાળ રાખજે ! આ તો મારો જીવ લેવાને દૈતણસરખી આવી છે. એના મોંમાં કંઈ કાંટા ભાંગે છે, કંઈ બોલતાં શરમાય છે ?”

“હું શાની શરમાઉં ? તમને બોલતાં વિચાર નહિ આવ્યો ? તમે કોને કર્કશા કહી ?”

“અરે મને નહિ બોલાવ. ગંગા, એ કમળી ! એને અહિંયાથી કાઢો, નહિ તો હું વગર મોતે મરી જઈશ.”

“બાપાજી, તમે હવે કંઈ નહિ બોલો તો ઠીક થાય, માજીનો સ્વભાવ તો તમે જાણો છે જ – એમને બેાલવા દો, બોલીને પસ્તાશે.”

“આ રાંડો શું કરવા બેઠી છે ! જે તે મારાપર જ મંડેલું છે, ને મને જ ગાળો ભાંડે છે ! પણ તમારાં સત્યાનાશ જાય, તમે મારી પૂંઠે કેમ ખાઈ પીને મંડ્યાં છો ? મેં શું બગાડ્યું કે તમે મને હેરાન કરવાનો ધંધો લઈ બેઠાં છો ? મને મારી બારી નાખવા માંગો છો કે શું?”

“ખરેખર તું મરે તો ગામનું પાપ જશે !!” ડોસાએ પથારીમાં એકદમ બેઠા થઈને કહ્યું, “કર્કશા ! ડાકણ! વંત્રી ! સવારના પહોરમાં કાં તારું કાળું મોં બતાવવા આવી છે ? તને કોણે બોલાવી હતી? રાતના