આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
ગંગા–ગુર્જર વાર્તા


છે. પણ મારું મોટું સુખ એ જ છે કે તું મારી પાસેની પાસે છે, બેહેન ! મા ! તું તો એક અલૌકિક મૂર્તિ છે, તું જ સાક્ષાત અંબા છે; તું સદ્દગુણની મૂર્તિ છે ! મારી પાસે આવ, અને મારે માથે હાથ ફેરવ. ને ઈશ્વર પાસે એટલું જ માગ કે હું પરલોકમાં શાંતિને પામું.” આટલું, બોલીને ગંગાનો હાથ પોતાને માથે મૂક્યો, ને પોતે અંબા, કૃષ્ણ, રામ વગેરે દેવનાં નામની ધૂન લગાવી.



પ્રકરણ ૧૮ મું
મેાતનું બિછાનું

મીનારાના ઘડિયાળમાં કડિંગ કડિંગ રાત્રિના નવ વાગ્યા. ગંગા, કિશોર, અને આખું કુટુંબ મોહનચંદ્રની આસપાસ ઘણી શાંતિથી બેઠું હતું. કશો પણ અવાજ આવતો નહોતો. કોઇપણબોલતું નહિ. કિશેાર નીચું માથું નમાવીને પડ્યો હતો. તેની કાંતિ ત્રણ ચાર દિવસમાં ઘણી ક્ષીણ થઇ ગઇ હતી કેશવલાલ પણ ઘણો ખેદથી વ્યાકુલ થયેા હતો. તુળજાગવરી મદનને લઇને બાજુએ સૂતી હતી. વેણીલાલ ને વેણીગવરી જુદા જુદા ખૂણામાં બેઠાં હતાં. કમળા અત્યંત શોકાતુર હતી, ને તે ઘડીએ ને પળે ડચકિયાં ખાયા કરતી હતી. શેઠાણી ડોસાને નીચે ઉતારવા માટે કહ્યા કરતાં હતાં ને રીત પ્રમાણે “હાથે તે સાથે” એમ કહીને પુણ્યદાન કરવાને માટે વચ્ચે વચ્ચે બડબડતાં હતાં. કુળગોર ગૌદાન અપાવવાનું કહેવા આવ્યો હતો, જો કે તેનું કહેવું કોઇ સાંભળતું નહોતું, ને તેની આ દક્ષિણા જવાથી તે આજના નવા વિચારને ધિક્કારતો હતો, ને સૌ છોકરાઓને કપૂત કહેવાને ચૂકતો નહોતો, તથાપિ તેના બોલવાને ટાપસી પૂરીને શેઠાણી ટેકો આપતાં હતાં. કોઇએ કંઇ જ સાંભળ્યું નહિ ત્યારે ગોરે ઉઠીને જવા માંડ્યું, પણ ઉઠતાં ઉઠતાં એટલું તો કહ્યું ખરું કે, “મરણ પામ્યા પછી પ્રાણીને મહા કઠિન વેત્રવતી નદી તરવી