આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
ગંગા–ગુર્જર વાર્તા


કિશેાર એક ખૂણે બેસીને પોતાના હવે પછીના ભવિષ્યને માટે વિચાર કરતો હતો. તેનું શરીર હમણાં તદ્દન નાકૌવતીમાં હતું. તેની ગૌરવર્ણ સુંદરી હમણાં રડી રડીને કૃશ થઇ ગઇ હતી. તેના મોંપરનું નૂર ઉડી ગયું હતું. તે હવે પોતાના પતિની ફિકરમાં પેઠી હતી. તે એમ ધારતી હતી કે જો આ શેાક કાયમ રહેશે તો કિશેાર બહુ નાકૌવત થઇ જશે. તે એકવડી કાઠીનો ને નાજુક હતો. ઘરમાં બીજા ભાઇએા હતા, પણ કિશેારને જ ઘરની પીડા હતી; અને જો કે તે પીડા દૂર થાય તેમ હતું તથાપિ એ મનમાં ઘણો મુંઝાયા કરતો હતો.

ધીમે ધીમે ઘરમાંથી શોક ઓછો થયેા. નિયમ જ છે કે ગમે તેવું કાજગરું મરણ પામે છે, પણ જેવી લાગણી તેનું મરણ થવાનું સાંભળતી વેળાએ થાય છે તેવી લાગણી મરણ થયા પછી થતી નથી; અને મરણ થયા પછી જેવી લાગણી થાય છે તેવી લાગણી તે પછીનાં દિવસેામાં રહેતી નથી. દુ:ખ આવી પડ્યા પછી માણસ રીઢું થાય છે. તેની લાગણી નગ્ન થાય છે, ધીમે ધીમે મરણનું દુઃખ વિસરી જવામાં આવે છે, ને જે સ્નેહની સાંકળ બંધાયલી હોય છે તે ધીમે ધીમે તૂટી જાય છે. ગમે તેવું હોય છે તથાપિ સૌ અંતે વિસારે પડે છે ને

"दिनो गणंतां मास, वरशे आंतरियां;
सूरत भूली साहबा, नामे वीसरियां."

તેમ જતે દહાડે સૌ વિસરી જવાય છે. એમ હાલ થોડાક દિવસ પછી મોહનચંદ્રને ત્યાં પણ બન્યું.



પ્રકરણ ૧૯ મું
અવ્યવસથા

મોહનચંદ્રની મરણ ક્રિયા વીતી કે એક દિવસ સવારમાં ટપાલનાં સિપાઇએ લાવીને એક પત્ર કિશોરના હાથમાં આપ્યો. તેમા એના ઉપરીએ તરત મુંબઇ આવવાને જણાવ્યાથી ઘણી ચટપટી થઇ.