આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
ગંગા–ગુર્જર વાર્તા

બહુ લાગ્યું. બંને જણ રડ્યા. મોતીલાલે ખુલ્લું કહ્યું કે હવે આવી રીતનો જુલમ નહિ સંખાય, પણ હશે, નિરુપાય છીએ. કોઇ પણ રસ્તો લાવી ઘરમાં આનંદ વ્યાપે તેમ કરવું જોઇયે, એમ ઠરાવ કીધો.

ન છૂટકે ગંગાની સલાહ કિશેારે માન્ય રાખી. ઘરની સઘળી ખટપટમાંથી તે મોકળો થવાને તૈયાર થયો, પણ લલિતાએ કેાઈને સુખે રોટલો ખાવા ન દીધો. “શું હું લેાંડીના રોટલા ખાઇશ !” એવા ગુમાનમાં તેણે ગંગાનાં કરેલાં સઘળાં કામોને વગોવવા માંડ્યાં. કિશેાર એક રવિવાર સૂરત આવ્યો પણ જે કાચ ફૂટ્યો તે પાછો સંધાયો નહિ. મોહનચંદ્રના ઘરની અવ્યવસ્થા તે પાછી સુવ્યવસ્થા થવા પામી નહિ. કોઇપણ દિન એવો ઉગતો નહિ કે સુખે જંપીને રોટલો ખાધો હોય, સાસુ ને વહુને લડાઈ ને દીકરીને લડાઈ, દેરાણી જેઠાણીને પણ લડાઈ, ને પછાડીથી ભાઈઓ ભાઈઓમાં પણ ઝગડો જાગ્યો. કેશવલાલે ઘણા વખત સુધી પોતાની માના ઝોંસા ખાધા, ને તુળજાને ઘણી પજવવામાં આવી, પણ હવે તે તો કંટાળી ગયો. ઘણા કઠોર શબ્દો તેણે પોતાની માતાને કહ્યા, ને જો તેમાં તેનો દોષ થોડો હતો પણ એથી ઘરમાં કંકાસ વધ્યો. તુળજા ઘણી વઢતી, ને ગંગા વારતી, પણ હવે તે વારી રહી નહિ. કોઇ વખત તો શેઠાણી સાથે જોઇયે તેવું શબ્દયુદ્ધ થતું ને ઘરમાં રાંધ્યું ધાન ખાધા વિના રહેતું હતું. કોઇ વખત શેઠાણી ભૂખ્યાં કડાકા ખેંચતાં તો કોઇ વખત તુળજા ને તે સાથે બીજાં બધાં કડાકા ખેંચતાં.

જે ઘરમાં રોજની વઢવાડ જાગે ત્યાં કદી પણ શાંતિ હોય નહિ. વેણીગવરીપર લલિતાબાઈ પછાડીથી ઘણું હેત બતાવતાં ને વેણિયાને મા બહુ લાડલડાવવા લાગી; તેથી તે પોતાની માનો કહ્યાગરો થયો. કદી મદી ગંગા પૈસાના સંબંધમાં વાત બેાલતી તો એ ત્રણે ટોળે મળીને લડતાં. ગંગા ઘણી રડતી. તેનાથી એક પણ શબ્દ બોલાતો નહિ, પણ ઉલટી સૌ પાસે જઈને હાથે પગે પડતી. તે મનમાં ઘણી મુંઝાતી હતી; ને સૌ એક સંપ થઈને ઘરમાં આનંદ કરે તેવું કરવાને ઘણી