આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
પ્રકાશકનું નિવેદન
"વિધવા નણંદને ગંગા તથા તેના ભાઈએ કેવા માનમરતબામાં પોતાની સાથે રાખી છે, તથા તે વિધવાને માબાપે પણ કેવી લાલન પાલનમાં મહલાવી છે તે સારી રીતે ચીતરાયલું છે; છતાં કશા તે સિદ્ધાન્તને વળગી, ગંગાની વિધવા નણંદ તથા મોતીલાલનાં પુનર્લગ્ન ગ્રંથકારે કરાવ્યાં નથી, તેમ તેમને પ્રેમમાં રમવા દેતાં છતાં તેમની પાસે એક પણ અયોગ્ય શબ્દ ઉચરાવ્યો નથી. બલકે પ્રેમમાં જ પોતપોતાને હાથે જ તેમનો અંત અણાવ્યો છે. ગંગા પોતાને પણ પોતાના પતિ સાથે જ એક ઉત્તમ સતીની પેઠે મરણ પમાડી છે, આમ કરવામાં રા. ઇચ્છારામે પ્રેમનો જે પવિત્ર મહિમા આર્ય કુટુંબો પૂજે છે, તેનો સારો બહાર પાડ્યો છે, તથા વિધવાઓને, ઘરમાં બીજાં દુ:ખ દે છે એ કલ્પિત ગપાટો જે આજકાલ ચાલી રહ્યો છે તેને પણ ઠીક ખોટો પાડવા પ્રયત્ન કર્યો છે. આમ હિંદુ સંસારના એક ચિત્ર તરીકે આ કથા બહુ સારી છે, ને સર્વ સ્ત્રીપુરુષને વાંચતાં આનંદ સાથે સદ્ધર્મયુક્ત બેધ આપે તેવી છે. ભાષા પણ ઠીક શુદ્ધ રાખવા ગ્રંથકારે સારો પ્રયાસ લીધો છે."

પ્રસ્તુત ગંગાની નવલકથા તેની સાદી છતાં આકર્ષક, આડંબર વગરની શૈલી માટે વખણાઈ છે. સામાન્ય નિયમ એવો છે કે પ્રત્યેક લખાણ કેવળ સાક્ષરોને જ નહિ પણ સાધારણ સમજ શક્તિવાળા અને થોડું પણ શુદ્ધ ભણેલા માણસો જેનો ભાવાર્થ વિનાકષ્ટ સહજ સમજી હૃદયમાં ઉતારી શકે તેવું હોવું જેઈએ. વિચારનું ગાંભીર્ય ન છુટવું જોઈએ તેમ ભાષાની સરળતા પણ ન છુટવા સાથે શૈલીનો પ્રવાહ ગુંજન કરતો ઉછળતો સરળપણે વહેવો જોઈએ. તેમાં પણ એક નવલકથામાં કલ્પિત વિષયો સત્ય જેવા દર્શાવવા, અથવા તે કલ્પિત અને સત્ય ઘટનાઓનું