આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
સુખનાં તો સ્વપ્નાં જ

સૂરતમાં કમળીને નહિ પરવડવાથી અત્યાગ્રહથી માને સમજાવી કિશોરે બેહેનને મુંબઇ બોલાવી લીધી.

કમળીને મુંબઇમાં આવ્યા પછી મોતીલાલનો ઘણો સમાગમ થયો, ઘણા પરિચયથી તેઓ દૃઢ મનનાં થયાં કે ગમે તેમ પણ પુનર્લગ્ન કરવાં. આ વાત ઘણી ચર્ચાઇ તેવામાં કિશેારની નાની બેહેનનાં લગ્ન આવ્યાં. પુરી ન્યાતમાં આ વાત ચર્ચાતાં આ લગ્ન ટાંકણે તેમણે એક નવું રમખાણ ઉભું કરીને કિશેારને સતાવવાનો યત્ન કીધો. તેમાં વળી કિશોર તથા ગંગા સુધરેલા વિચારનાં છે એમ ન્યાતમાં જણાવાથી કેટલાક ઠોલિયાઓ તેમની ઇર્ષા કરવા લાગ્યા, અને તેમાં બે ચાર સારા માણસો પણ સામેલ થઇ ગયા. ન્યાતમાં જથા જોરવાળાનું ઘણું ફાવે આત્મારામ ભૂખણના ઘરના છતાં પૈસેથી ઘસાઇ જવાને લીધે ઘણા તેમના શત્રુ થયા હતા. કંઇ નહિ તો કંઇ પણ કારણસર ન્યાતમાં સગાઓ સારા માણસને સતાવવાને ચૂકે તેવા નહિ હોવાથી તેવા લોકોએ આ વેળાએ પંચાત ભેગી મેળવવાને વિચાર કીધો. જોગાનુજોગથી “ટાઇમ્સ ઓફ ઇંડિયા”માં પોતાને ખરે નામે કિશેારે મહારાજોનાં બુરાં આચરણોપર ઘણો સખત હુમલો કરીને તેમનો કોપ ખેંચી લીધો. સૂરતના મહારાજોમાંના એકે, ન્યાતના બેચાર આગેવાનોને બોલાવી કિશેાર પોતાની બેહેન કમળીનાં પુનર્લગ્ન કરાવે છે, તે માટે ઘટતો બંદોબસ્ત કરવાને ઉશ્કેર્યા. ન્યાતને તો આવું કારણ જોઇતું હતું એટલે ભેગા થયા ને આ બાબતનો ખુલાસો કરવાને પંચે ઠરાવ કીધો. ન્યાતના ઘણા સંભાવિત માણસો તો તેમાં સામેલ પણ થયા નહિ, પણ જેમને ચપાટવાનું જોઇએ તેવા લુચ્ચાના સરદારોએ ધાંધલ મચાવી મૂકી. કિશેારપર એક પત્ર લખ્યો, ને તે મુંબઇ ગયો એમ જણાતાં જ લલિતાબાઇએ પેાકળશ્રાદ્ધ કરવા માંડ્યું, ને દીકરાના નામનાં છાજીયાં લીધાં. તાબડતોબ સૂરતમાં આવીને કિશોર ન્યાતના જે ચારેક સારા માણસો હતા તેમને મળ્યો, ને જણાવ્યું કે આવાં પગલાં ભરવાં ઘણાં કઢંગાં ને કાયદા