આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
બીજી વિપત્તિ

હતી કે કોણ સરસ છે એ કહેવાને, કોઈ ૫ણ શક્તિમંત નથી. સરસાસરસીમાં સૂર્યને પશ્ચિમમાં ગયાને પાંચ કલાક વહી ગયા; પણ કોઇ પાછું હટ્યું નહિ. ખરેખર આવા સુંદર વિનોદ આપણા ઘરસંસારમાં થાય જ શાનો !

મોડી રાત્રિ થવાથી બંને દંપતી ઉઠ્યાં, ને જેવાં શય્યાપર જાય તેવો અવાજ સંભળાયો, 'કિશેાર ભાઇ છે ?' કિશોરે તે અવાજ પારખ્યો, કેમ કે તેની માસીના દીકરા રતનલાલનો હતો. તે એલ્ફીન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરતો હતો, પણ જ્યારે આવતો ત્યારે હંમેશાં જણાવતો હતો. આજે તે વગર જણાવ્યે એકદમ આવ્યો, તેથી ગંગા ને કિશેાર એકદમ તેની પાસે ગયાં. કિશેારે એકદમ ચકિત થઇ પૂછ્યું, "કોણ રતનલાલ કે ?"

“હા ભાઇ,” તેણે જવાબ દીધો, ને તરત તે પાસે આવ્યો, “તમે વેણીભાઈને માટે સાંભળ્યું છે ?”

"નારે, શું છે ? હું ધારું છું કે વેણીલાલ હમણાં પોતાની ખુશીથી નવસારી ગયો છે, ત્યાંથી તે પાછો ફર્યો ?”

“તે તો ગમે તેમ હોય, પણ મને ભરૂચથી તાર મળ્યો છે, ને તે તમારા નામનો છે; તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે વેણીલાલને હાલ કેદમાં મોકલવામાં આવ્યો છે.” આમ બોલીને તરત તે તારનો સંદેશો કિશોરના હાથમાં મૂક્યો.

કિશેાર તે પત્ર હાથમાં લઈ ઘરમાં ગયો, ને ગંગા ને રતનલાલ બન્ને વાતો કરતાં પૂઠે ગયાં. કેટલીક વાત કરવા પછી એમ માલમ પડ્યું કે રતનલાલ આજે હજી સુધી જમ્યો નથી, પણ કિશોરે તાર વાંચ્યો તેની હકીકત જાણવાને તરત તે ગંગા ત્યાં જ ઉભી રહી. તારપરથી કંઇ પણ સમજાતું નહોતું કે શું છે, પણ એથી કિશેાર વળી નવી ચિતામાં પડ્યો. દરેક જણ તાર વાંચતાં જુદાં જુદાં અનુમાન કરવા