આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
બે પત્રો !

પડતો નથી. બેશક, તું જે મમતા બતાવે છે તે ક્રૂર સિંહ કરતાં વધારે ઘાતકી છે. અંતઃકરણ ક્રૂરતા સામાં ધસશે, પણ મમતા સામાં બચાવ કરવાને તે કોઇ પણ બચાવની ઢાલ રાખતું નથી. હવે કદી હું હૈયાત રહું તો બળીશ - જળીશ - રોઇશ - મરીશ - ગવાઇશ - હીણાઈશ - વીણાઇશ - ચુંથાઇશ -વજ્ર જેવું કાળજું ફાટશે તો સહીશ - પણ તને દુઃખ નહિ થવા દઉં ! હે સાક્ષાત્ કમળે, તારા મોતીચંદ્રને માટે તને કંઇ છે ? તને શું ? ના ના પણ તું તેવા ક્રૂર હૃદયની નથી. તું હૃદયશુન્ય થઇ પડી છે - હૈયાસૂની થઇ છે !

“મારી કમળા, તું શું હવે એમ ધારે છે કે તે સર્વ શક્તિમાન, આપણને ખરા સુખથી રહેવા દેવા રાજી છે ? નથી જ. પણ આપણી રક્ષા ને ઘટસ્ફોટ થયા પછી, જે અલૌકિક ધામ પ્રાપ્ત થવાનું છે ને જે માટે આપણે સર્વે અજાણ્યાં છીએ, પરંતુ આટલું સાચું છે કે ત્યાં કંઇ છે, ને જે મેળવવા માટે સર્વ મંથન કરે છે, તે ત્યાં વિશેષ દિવ્ય સ્થાન મળશે; ને ત્યાં પાછાં આપણે સાથે મળીશું નહિ ? હું તારો વખત ફોકટમાં ગુમાવતો નથી. તે પરમ કૃપાળુ પ્રભુના ચરણ સમીપ જવાને હવે હું તત્પર થયો છું ને જે સુખ મને અહિયાં મળ્યું નથી તે ત્યાં મેળવવા મથીશ. બેશક તે મને મળશે જ. મારા જ્ઞાનતંતુઓની સમીપમાં તેણે દેખાવ આપ્યો છે, ને તે હવે ઘણાં ઉતાવળાં પગલાં ભરીને મારું આદરાતિથ્ય કરવા તત્પર છે. હવે માત્ર તું સુખી રહે, એ જ આશીર્વાદ માટે ખોટી છું. હે પ્રભુ, સચરાચર નિવાસી પ્રભુ, મારી કમળાપર કૃપાદૃષ્ટિ રાખજે, ને મૃત્યુ ટાણે તેને પૂર્ણ વિશ્રાંતિ આપી તેના અમર નિષ્કલંક આત્માને તારી સમક્ષ રાખજે.

“અને હશે -ઓ- ઓ - હવે - રામ રામ, મારી કમળી! મારી બહેન! મારી સ્નેહી ! તે પરમાત્માને નામે, તારા પાતિવ્રત્યને પ્રભાવે ને સઘળી પવિત્ર વસ્તુના પ્રસાદે તને રામ રામ ! છેલ્લી ક્ષણ સુધી હું તને