આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
ગંગા–ગુર્જર વાર્તા

સુખ નહિ–આનંદ નહિ–મૌજ નહિ-પણ દુઃખ દુઃખ ને દુઃખ ! તથાપિ ગમે તેવું દુઃખ હોય છે તે સમયે વિસારે પડે છે. પ્રાણપતિ સ્વામીના મૃત્યુ ટાણે તેની વહાલામાં વહાલી સ્ત્રી પોતાના કેશ ચૂંટે છે, શૃંગારનો ત્યાગ કરે છે, માથામાં રક્ષા ઘાલે છે, શરીર લોહીલુહાણ કરી મૂકે છે ને છેલ્લે સતીપણાને પણ પામે છે ! પોતાની પ્રેમવતી સુલક્ષણી સ્ત્રીના મરણથી પુરુષ અશ્રાંત કલ્પાંત કરે છે; તે ગઇ એટલે સર્વ સંસાર ધૂળ થયો, એમ માની વૈરાગ્ય પ્રાપ્ત થાય છે ! એકનો એક રળતો ખપતો લોકપ્રસિદ્ધ પુત્ર, વળી તે સાથે કાજગરો ને માબાપને શ્વાસપ્રાણ સમાન હોય તેના મરણ વખતે માતપિતા પોતાનું મોત હાથે કરીને માગી લે છે, ને જીવવું ઝેર સમાન ગણે છે. પણ જેમ જેમ વખત વીતતો જાય છે તેમ તેમ સધળી વાત વીસરી જવામાં આવે છે. આ મનુષ્યસ્વભાવ જ છે. એ શો, કેવા હેતુથી પ્રભુએ ઘડેલો છે, તેમાં લાભ છે કે અલાભ, તેનો નિર્ણય કોણ કરી શકશે ?

ગંગા ને કિશોરલાલને તારાગવરીના મરણનો ઘણો કારી ઘા લાગ્યો; કેમકે તેમની તે એકની એક લાડકી દીકરી હતી; ઘણો સમય શોક કીધો; પણ વખત ગયો તેમ તે ઓછો થતો ગયો, કિશેારનું મન ઘણો સમય અસ્વસ્થ રહેતું હતું. હવે સંધ્યાકાળે એ ઘરમાં કંઇ જ કકળાણ જેવું હતું નહિ, તેમ કોઇ સંધ્યાકાળે હવા ખાવા જનાર પણ નહિ હતું, સુંદર સ્વર પણ સંભળાતો નહોતો, ને ગંગા પાસે જઇને એમ પણ કોઈ કહેનાર નહોતું કે, “બાપુજી ક્યારે આવશે !” સઘળું સૂનકાર જેવું હતું.

ગંગાએ તારીનાં સઘળાં રમકડાં ને વાસણકુસણ ભાંગી તોડીને ફેંકી દીધાં, કે જેમ બને તેમ તે એાછી યાદ આવે. છતાં તેના હૈયા માંથી કદી પણ તારી વિસરતી નથી. તેની સામાં જ તે સદા રહ્યાં કરતી હોય તેમ જણાતું. તેમાં જ્યારે તેનાં વસ્ત્રો તથા રમકડાં જોતી હતી ત્યારે અત્યંત કલ્પાંત કરતી હતી. ગંગાની તબીયત અત્યંત શોકને