આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
ગંગા–ગુર્જર વાર્તા

ન હોતું. 'રામા' કરીને બૂમ મારી કે 'જી સાહેબ' એમ જવાબ દેતો કે આવીને ઉભો રહેતો હતો, તારીપર તેની ઘણી મમતા હતી, ને તે અકસ્માત્ મરણ પામી ત્યારથી તે છેક જ શરીરે ધોળો પુણી જેવો થઇ ગયો હતો; તે જો કે કામકાજ કરતો હતો, પણ તારીના મુવા પછી ઘણો બેદરકાર થઇ ગયો. તેનું પારણું ને રમકડાં જે બે ત્રણેક પાસે રાખી મૂકયાં હતાં તે જોતો ને રડતો ને કલ્પાંત કરતો, ને તે એટલે સૂધી કે વખતે કિશેાર ગંગા તેને ધમકાવતાં હતાં, કદી ખાતો ને કદી નકોરડો ખેંચી કાઢતો હતો; અને જ્યારે ગંગા એકલી પડતી ત્યારે કશો જવાબ નહિ દેતાં જારબેજાર રડતો હતો. ગંગાની માંદગી ઘણો લાંબો સમય પહોંચી, પણ રામાએ કંટાળો બતાવ્યો નહિ, કે કદીપણ કામ કરવામાં વિલંબ કીધો નહિ.

સાત માસની માંદગી ભોગવ્યા પછી ગંગા સારી થઇ, પણ કિશેારલાલને શરીર ને પૈસા બંને તરફથી હેરાનગતિ થઇ. વકીલોને તો પોતાના અસીલોનું ઘણું તપાસવાનું હોય છે, ને તેમાં વારંવાર પડતા વિક્ષેપથી એના ઘણાખરા ગ્રાહકો બીજા વકીલ પાસે ચાલ્યા ગયા. જે કામ હાથમાં લીધાં હતાં તે બરાબર સચવાતાં નહિ ને મન પણ અપાતું નહિ. એકાદ બે જૂના કામમાં બરાબર લક્ષ નહિ અપાયું તેથી બીજાં નવાં કામો આવતાં વિલંબ થયો, આટલું છતાં એ બાબતનું એને કશું દુ:ખ થયું નહિ; કેમકે ગંગા માંદગીમાંથી ઉઠી તે એને માટે અઢળક લાભ થયો હતો. આ માંદગી કંઇ જેવી તેવી નહોતી, ને તેથી પોતે ઈશ્વરનો ઉપકાર માન્યો.

ડાકટરોએ તરત જ સલાહ આપી કે ગંગાએ પાછું હવા ફેર કરવા જવું. જો કે નવા ખરચમાં ઉતરવાને ગંગા નારાજ હતી, પણ કિશોર કંઇપણ ધ્યાનમાં નહિ લેતાં એકદમ માથેરાન જવાને તૈયાર થયો, પાસે પૈસા નહોતા, પણ જે કંઇ પ્રોમીસરી નેાટો હતી તે વેચી નાખી તથા કેટલુંક જવાહીર પણ વેચી નાખ્યું. તેઓ જવાને તૈયાર