આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
ગંગા–ગુર્જર વાર્તા


વેણીગવરી અને તુળજાગવરી બંને પાછાં સુરત ગયાં ને તેઓ પેાતાની ખટપટમાં પડ્યાં. અહીં ગંગાને માથેરાન માફક આવ્યું નહિ. ડાક્ટરોએ તેની તબીયત માટે ઘણો ભય બતાવ્યો ને એમ જ જણાવ્યું કે બેહતર છે કે તેમણે પૂના જઇને રહેવું. તે પ્રમાણે તત્કાળ કરવામાં આવ્યું. કિશેારે પૂનામાં વકીલાત કરવાની સનદ લીધી હતી, એટલે એને કશી અડચણ પડી નહિ. પૂના શહેર માફક આવ્યું ને ત્યાં ગંગાની તબીયત સુધરી. સહજમાં તે પૂરતી આરોગ્ય થઇ.



પ્રકરણ ૩૧ મું
કરમાયલું કુસુમ

મૂળામુઠ્ઠા નદીના સંગમ આગળ એક સુંદર બંગલામાં કિશોરલાલ ને ગુણવંતી ગંગા આવીને રહ્યાં છે. પગ નીચેથી મૂળામુઠ્ઠા વહી જાય છે. ઉપર એક ઘણો રમણીય બગીચો છે, અત્રે વસ્યાને ત્રણ મહિના પૂરા થઇ ગયા છે, ને ચોથો માસ ચાલુ છે. ઘણો લાંબો સમય થયાં ગંગા માંદી પડી હતી, પણ પૂનામાં આવીને વસવા પછી તેની શરીર આરોગ્યતા ઘણી જલદીથી સુધરી ગઇ છે, જેવી સુધરવાની કદી પણ આશા રાખવામાં આવી નહોતી. બંગલો, ગંગાએ પોતાની રસિકતાને યોગ્ય લીધો હતો. જ્યારે તેઓ અત્રે દાખલ થયાં ત્યારે બગીચાની હાલત ઘણી કંગાલ હતી; પણ જેમ જેમ ગંગાની શરીર શક્તિ સુધરતી ગઇ, તેમ તેમ વધારે સારી રીતે તેણે પોતાના રસને યોગ્ય બગીચાને બનાવ્યો.

પ્રભાતનો પહોર હતો ને સૂર્યનારાયણ ક્ષિતિજના ઉપર હજી ધીમે ધીમે નીકળતો હતો. ચલિયાં ચકચક કરી રહ્યાં હતાં, પનઘટપર ભક્તિમાન આસ્તિક સ્ત્રીપુરુષો સ્નાન કરીને દેહ પવિત્ર કરતાં હતાં ને ઉદ્યોગી પુરુષો ઉદ્યોગે વળગ્યા હતા. ઉદ્યોગી ગંગા તે વેળાએ પોતાના નદી તટના બગીચામાં કામે વળગેલી હતી. તે હાથમાં પાણી સિંચવાનું વાસણ લઇને આમ તેમ ફરીને કુમળાં વૃક્ષોને પાણી સિંચતી હતી. એક બાજુએ