આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગંગા–ગુર્જર વાર્તા

દેખાતી હતી. સોળ સત્તર વર્ષની તરુણીઓ, જેવી દેખાય તેના કરતાં, વિશેષ સૌંદર્યવાન તે દેખાતી હતી. તેની મુખ કાંતિ તેજસ્વી, મુખાકૃતિ કંઈ લબગોળ હતી. મોંપર જે ગુલાબી ઝાંઈ છવાઈ રહી હતી, તે ગુલાબી ઝાંઈથી તેની ખૂબસૂરતી ઓર વિશેષ દીલખુશ લાગતી હતી. સ્નેહથી લદબદ ચહેરો, આર્યની જે ખરેખરી ખૂબીઓ તેથી ભરપૂર અપ્સરા જેવો હતો, તે જો કે મેાજશોખમાં ઉછરેલી હતી, છતાં તેના અવયવો ચપળ ને તીવ્ર-અયોધ્યાની સ્ત્રી જેવા મજબૂત હતા. મીઠાસથી ભરેલી કાળી ભમ્મર આંખ, હમણાં વળી આનંદથી ભરપૂર ને ઉમંગી, ભવાં ભરાઉ ને કાળાં તેજસ્વી, વિશાળ પણ નીચું કપાળ, જાણે આપણને પોતાની નમ્રતા બતાવતું હોય તેવું, નાનું પણ તીણ્ણું ઘાટીલું સીધું નાક, જેમાં બે હજાર રૂપિયાના મોતીની વાળી પહેરેલી તેથી લચી ગયલું, લાલ લોહીવર્ણા પારા અને સફેદ મોતી જેવા દાંત અને રતાશ પડતા હોઠ જોઈને તમને જહાંગીરના જનાનાની અતિ ખૂબસૂરત હુરમ યાદ આવ્યા વગર રહેશે નહિ. માથામાં સોહાગ ઘાલીને ઓળેલો ચેાટલો અને વાંકો લીધેલો અંબોડો, ને તેમાં ઘાલેલી નાગફેણનો મરોડ જોઈને આપણે આશ્ચર્ય પામ્યા વગર રહીએ નહિ. કાનની નીચેની લાલીપર એરીંગ ને ઉપલી લાલીપર આબદાર ત્રણ મોતીની નખલી, સુધડ રીતે ડાબા કાનમાં શોભતાં હતાં. તેથી તેનો ચહેરો કોઈને પણ વિશેષ મોહ પમાડે તેવો દીપતેા હતો. ગાલ ભરાઉ તથા વચમાં કાળો ઝીણો તલ હોવાથી શોભીતા લાગતા. તેની ચામડી છેક બરફ જેવી નહિ, પણ ઘઉંલા વર્ણ કરતાં વિશેષ ઉજળી - જાણે ઘણા દૂધમાં ઉકાળેલી ચહા હોય તેવી, પણ વળી કંઇક ગુલાબી, જે દરેક દેશીઓ સ્વરૂપ સૌંદર્યમાં વખાણે છે, તેવી હતી.

તેનો પોશાક કંઈ ખાસ નહતો. તેનો પતિ જે કે એ સમયે ઘેર નહતો, તો પણ પિતાતુલ્ય સસરાની આજ્ઞા માથે ચઢાવીને, એ દિવસે તો સુંદર સાદો પોશાક પહેરી તૈયાર થઈ હતી. રૂપેરી પટાનો ફૂલ ગુલાબી સાળુ પહેર્યો હતો. નાજુકડી તેથી બહારનો ઉઠાવ ભારે નહતો, તો પણ