આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
શોકસદન

ઘરનું મુખ્ય સઘળું કામ કરતી હતી; પોતાને તથા ચાકર માટે રસોઇ કરી, ભાઇને માટે જે જોઇતું તે કરી આપીને, જમી જમાડી અગિયાર વાગતાં સરદારોની કન્યાઓને શીખવવા જતી. ત્યાંથી ચાર વાગતાં પાછી આવી પોતાના કામમાં જ મચતી. સાંઝના પણ તેને નસીબે કામ ચોંટેલું ને ચોટેલું જ હતું. રાત્રિના તે મોડી સુઇ વહેલી ઉઠતી. એથી નિરાંતે ઉંઘ પણ તેનાથી લેવાતી નહિ ! ચિંતામાં ને ચિતામાંજ તે ઝબકીને જાગતી હતી, ગંગા તો કિશેારની પડોસમાં જ માથું નાંખી પડી રહેતી. કદી મણીબહેન ત્યાં બેસતી તો જ ગંગા રસોડામાં કામકાજે જતી. ઘણી બરદાસ્ત છતાં કિશોરની માંદગી સારી થઇ નહિ; તે તો દિનપ્રતિદિન વધતી ગઇ. વળી તેવામાં ઈશ્વરી કોપ વધ્યો. મણીને અગાધ શ્રમને લીધે ખાંસી થઇ. “લડાઈનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી” એ કહેવત પ્રમાણે મણીને આ કરપીણ ખાંસી વળગી, થોડા દિવસ તો તેણે ઉપરચોટીઆ ઉપાયો કીધા, પણ પછી તે ખાંસીમાંથી લોહી પડવા માંડ્યું. હવે કંઈપણ ઉપાય તાકીદે કરવાનું કિશોરે કહ્યું ને બીજા ડાક્ટઓએ આ ઘરમાં આવવા માંડ્યું. કોઇપણ ઉપાય આબાદ લાગે નહિ, આઠ દિવસ સારું થાય તો આઠ દિવસ વળી વધારે જોરમાં રોગ ઉભરાઇ આવે. આમ કરતાં તાવ લાગુ પડ્યો, ને પોતાના કામમાં તે છેક જ નિર્ગત થઇ પડી. બિછાનામાંથી ઉઠવાની પણ શક્તિ જતી રહી. હવે ગંગાને પોતાની સામા ઘણો વિકરાલ દુ:ખનો ડુંગર દેખાયો. તેનાપર પ્રભુ જાણે સાક્ષાત્ કોપ્યા હોય તેમજ થઇ પડ્યું. એક બાજુથી કિશોરનો મંદવાડ ને બીજી બાજુથી મણીને રોગ ચાલુ થયો, એટલે તે ચોગરદમથી ગભરાઇ; ખૂણે ખૂણે તે રડવા લાગી. પોતાના હીન ભાગ્ય માટે પ્રભુ પ્રાર્થના કરવા લાગી; ને સમયે સમયે બોલતી કે, “હે ઈશ્વર ! મેં શું તારે માટે અપરાધ કીધો છે કે, આમ વિના પ્રયેાજને દુ:ખ દે છે ? હું તુજની દીન દાસી છું, રાંકડી છું, જો કોઇપણ અપરાધ હોય તો ક્ષમા કર. એ ગરીબનિવાજ, કૃપાસિંધુ, દીનાનાથ