આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
ગંગા-ગુર્જર વાર્તા

નાથ, તારા નામનું સાર્થક્ય કરી આ વેળા દુઃખમાંથી ઉગારી મને તારે શરણે રાખ.” આ તેની પ્રાર્થના - દીનવાણીની કરુણોત્પાદક પ્રાર્થના ઈશ્વરે રંચ જેટલી પણ સાંભળી નહિ, તે એકલી અટુલી કાવરી બાવરી જ્યાં ત્યાં ફરતી હતી અને સમયે સમયે તેના ચિત્તની શુદ્ધિ પણ ઉડેલી જણાતી હતી, માત્ર રામ શિવાય તેની પાસે બીજું કોઈ નથી. ગંગાનાં ડચકીયાં સાંભળીને રડેલી આંખ જોઈ કિશેાર ને મણી ઘણા મુઝાંતાં હતાં; પૈસાની તાણ તો પહેલાંથી જ જારી હતી, તેમાં હવેનું દુ:ખ તો તે સહન કરી શકી નહિ, તેટલું છતાં ઘાડી છાતી કરી પોતાના કોમળ હૃદયપર જય મેળવ્યો. પણ કોમળ હૃદયવાળા પર તે કેટલી અસર કરે? થોડીવાર નીરાંત રહે, પણ ઘડી પછી 'એ ભગવાન એના એ જ' તેમ જ પહેલાં પેઠે રડવું પડે. ગંગાએ ઘણા દુઃખથી ત્રાસ પામી આખરે ઠરાવ કીધો કે, હવે તો પિતાજીને પત્ર લખવો ને સુરત જવું. પોતાની પાસનાં બાકી સાકીનાં સઘળાં નાનાં મોટાં ઘરેણાં વેચી નાખવાનું ઠરાવ્યું ને સુરતમાં સઘળી હકીકતનો કાગળ લખ્યો. ઘરેણાં વેચવા આપતાં તેનું મન જરા પણ મુંઝાયું નહિ, પણ જે માણસને તે વેચવા આપ્યાં તે રડ્યો. રતનલાલ સુરતથી સૌને તેડવા આવ્યો, એટલે ગંગાને ધીરજ આવી. રતનલાલે ધીરજ ધરીને કિશેારની હકીકત સાંભળી લીધી. ગંગાએ આક્રંદ કરતાં સર્વ હકીકત જણાવી. તે બોલતી બોલતી મૂર્છાગત થઈ પડી ને રતનલાલ વધારે ગભરાયો. તેની માવજત કરી ધીરજ આપી, બીજા ઓરડામાં ગંગાને મૂકી કિશોર પાસે તે ગયો ને ત્યાં જઈ જોય છે તો સૂકા સ્હોરાયલો, બદલાઈ ગયલો ચેહેરો, ને હાડકાં ને ચામડીવાળું અસ્થિમાત્ર એવું કિશેારનું શરીર જોયું. તેની આંખો ફરકતી હતી, એટલું જ બસ-તેનામાં બોલવાની દેખીતી કંઈક શક્તિ હતી, છતાં એક બાજુએ બિછાનાપર પડેલો હતો ને પાસે દવા પડેલી હતી તે લેવાને પણ તે અશક્ત હતો. બીજી બાજુએ મણી પડેલી તે પણ છેક જ બદલાઈ ગઈ હતી. તેનો સુંદર ચેહેરો છેક જ બીહામણો