આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
શોકસદન

થયું હોય તેની યાદદાસ્તમાં રડવાનું જારી કરીને સ્ત્રીઓ મોં વાળતી હતી, તે વેળાએ, કિશોરની વહાલી બહેન મણિ, આ ક્ષણભંગુર દુનિયામાંથી પોતાની સ્વારી ઉઠાવીને પરમ પ્રભુ પરમાત્મા પાસે દોડી ગઇ !!

ગંગા તરત દોડી આવી ને મણિના દીલપર પડી ને અત્યંત કલ્પાંત કીધો, કેમકે આજ પાંચ છ વરસ થયાં સગ્ગી બહેન કરતાં પણ બંને સાથે હતાં, બંને સાથે બેસતાં, સાથે ઉઠતાં, સઘળું જ સાથે કામ કરતાં હતાં. ઘરમાં કે બહાર, ગામમાં કે શહેરમાં, સગામાં કે વહાલામાં તેઓ જોડે ને જોડે જ જતાં, ને સુખ દુ:ખમાં પણ સાથે જ હતાં. તે બંને વચ્ચે હંમેશનો આ વિયોગ તે નહિ ખમાય તેવો હતો. રતનલાલ ને વેણીલાલ તો ગાંડા જેવા થઈ ગયા ને મણિબાના સદ્ગુણ સંભારી ઝીણે સાદે કલ્પાંત કરવા લાગ્યા. કેશવલાલે આવીને રડતી આંખે સૌને છાના રાખ્યા ને રખેને કિશેાર જાણે ને તેને કંઈ વધારે થાય, તે માટે સૌને બીજા ઓરડામાં લઇ જવામાં આવ્યા.

હવે કંઈ અત્રે મણિની પાછળની વ્યવસ્થા સાથે કામ નથી. વાર્તાનો મુખ્ય નાયક જે સ્થિતિમાં પડ્યો છે તેનાં ચરિત્રો તપાસી જઇયે. આ ધીરોદાત્ત નાયક બહુ વિરલો હતો, ને નાયિકાનું વર્ણન તો થાય તેમ નથી જ. પોતાના શયનગૃહમાં પડ્યો પડ્યો કિશોરલાલ ઘડીએ ઘડીએ મણિ બહેનની ખબર પૂછતો હતો ને ગંગા ધીરેથી હકીકત કહેતી હતી. મણિને મળવાને કિશેારની ઘણી મરજી હતી, પણ વૈદ્યોએ અટકાવ્યો હતો. જ્યારે મણિ મરણ પામી ત્યારે સુણેલી આંખે ધ્રુસકા ખાતી ખાતી, ધ્રૂજતે ને અશક્ત પગલે ગંગા કિશેારના ઓરડામાં આવી. કિશોરે મણિની ખબર પૂછી. રડતાં રડતાં ને ધ્રૂજતાં ધ્રૂજતાં ગંગાએ સઘળી હકીકત કહી. કિશેાર ધ્રૂજ્યો, ને તેની આંખમાંથી નવધાર આંસુ વહ્યાં, અને એ જ પળે તેનું મોત પણ પાસે આવી ઉભું રહ્યું. તે છેલ્લી ઘડીએ બેાલ્યો, “વહાલી ગંગા, તું રડ ના ! હવે હું પણ થોડા સમયનો છું. મારો ને તારો વિયોગ ઈશ્વરે નિર્માણ કીધો છે ને તે