આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
શોકસદન

“એના સ્મરણાર્થ શું કરવું યોગ્ય છે ?” પહેલા મિત્રે કહ્યું: “તેનું નામ, તેનું કામ, ને તેનું સતીપણું એ ત્રણે ઐક્યથી ત્રિપુટી માફક એવાં સુદૃઢ મળેલાં છે કે તે આ નગરીમાં તો શું પણ કોઇપણ સ્થળે કીર્તિવંત રહેશે. વૈધવ્ય અવસ્થામાં શ્વેતવસ્ત્ર પહેરીને ગંગા બીજા હજાર વર્ષનું આયુષ્ય ભોગવત, તેના કરતાં આ એનું મરણ વધારે કાળ સ્મરણ કરાવશે. રુડી સ્ત્રીને ગંગાનું નિર્મળ નામ આનંદ આપશે, ભૂંડી સ્ત્રી એના કર્તવ્યનું શિક્ષણ લઇ સુધરશે.”

“ખરેખર તેમ જ છે, એનાથી વધારે સતીત્વ દર્શાવનારી સ્ત્રી મળશે નહિ.” સર્વે શ્મશાનિયા એકે અવાજે બોલ્યા, ને નવધાર આંસુએ રડ્યા. ગંગાના પિતાને પોતાની કુળવંતી દીકરીના મરણનો જે અપાર શોક વ્યાપ્યો હતો, તે નરમ પાડવાને કારણ મળી આવ્યું. છેલ્લે સર્વેએ કહ્યું કે:-

"कुळवंती गंगा जेवी
सद़्गुणी सुंदरीओ
हिंदु संसारनुं भूषण छे !"



समाप्त