આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
પરિશિષ્ટ

જમે રહેતાં હતાં; અને કેટલાંક વર્ષ સુધી કોઈ પણ વાલીવારસ તે નાણાં લેવાને આવતો નહિ, પણ સો વર્ષે તે નાણાં લેવાને તેનો કોઈ વારસ આવે તો તેને દોકડે પૈકે હીસાબ કરીને એ જ પેઢી નાણાં આપવામાં આખા હિંદુસ્થાનમાં પંકાઈ હતી. લોકોમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે, “રળતાં તો રોટલો મળે, ઉંચો નીચો હાથ પડે તો જ પોટલો દેખે !” પણ આત્મારામ ભૂખણની બાબતમાં એથી ઉલટું જ બન્યું હતું. તેઓએ તો જાતિશ્રમ, પ્રમાણિકપણું, સાહુકારી આંટથી પોતાને દહાડો ફેરવી નાંખ્યો હતો.

દહાડે દહાડે આત્મારામ ભૂખણની પેઢી ઘણી પંકાતી ગઈ. તેનો પૈસો સુમાર વગરનો કહેવાતો ગયો. અંગ્રેજ લોકોનું જોઇને ફ્રેન્ચોએ પણ પોતાનો સરાફ કરવાને તેને માંગણી કીધી. પણ બંને જગોએ પોતાથી પહોંચી વળાશે નહિ, એ ભયે તે આગળ પડતાં અટક્યો. એમ કહેવાય છે કે આત્મારામના એક દીકરા દુર્લભદાસને કેટલીક લાંચ ફ્રેન્ચોએ આપી ને અંગ્રેજ તરફથી ખસીને પોતા તરફ લેવાને ઘણું કર્યું, અને ઇ. સ. ૧૬૪૯ માં અંગ્રેજોની આંટ જતી હતી, ત્યારે તેમને નાણાં ન ધીરવાને સમજાવ્યા છતાં, વગર વ્યાજે એક માસ સુધી એક લાખની રકમ આત્મારામ ભૂખણની પેઢીએ કંપનીને ધીરી હતી, એમ દંત-કથા છે. અંગ્રેજની કોઠીપર તો લોકો તગાદો કરતા બેઠા હતા અને જો એક દિવસ નાણાં મોડાં મળ્યાં હોત તો, અંગ્રેજોની કોઠીની રેવડી દાણાદાણ થાત અને આજે તેઓ કોણ જાણે ક્યાં અટવાઈ ગયા હોત.

આ ધીરધારથી અંગ્રેજોમાં એ પેઢીનું માન વધ્યું, અને તે વખતના કોઠીના ઉપરી કર્નલ સિમસને વિલાયત લખી વાળ્યું. જેથી કંપનીના ડીરેક્ટરોએ એ પેઢીને માટે બે સુનાના પોપટ બક્ષિસ મોકલાવ્યા, અને ઉપકારને પત્ર લખ્યો.

આત્મારામનો કાળ ઈ. સ. ૧૬૫૬ માં થયો, તે પેઢી પર, વંશમાં જે વડો હતો તે બેઠો. તેની રીતભાત જોઈએ તેવી રૂડી ન હતી. તેણે પોતાના ખાનદાનની આબરુની દરકાર ઘણી થોડી રાખવા માંડી અને સુરતના હાકેમનો ગુસ્સો કંઇક કારણસર પોતા ઉપર ખેંચી લીધો. હાકેમે ગુસ્સામાં એકદમ તેને પકડી લાવવાનો હુકમ કીધો. સાયંકાળના છ કલાકનો અમલ હશે, તેટલામાં નવાબના કેટલાક માણસો તેના ઘરની આસપાસ ફરી વળ્યા. ગમે તેવો હોશિયાર છતાં જાતે વાણિયાભાઈ, તેથી બીકણ બિલાડી માફક છાપરે છાપરે કુદીને એક