આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

રચેલાં પુસ્તકો

ચારૂચર્યા અથવા શુભાચાર

આ ગ્રંથ જો કે નાનોશો છે પણ વધારે ઉપયોગી છે. એમાં ૧૦૧ દાખલાઓ છે. અર્ધામાં વાકયમાં નીતિનો એક સિદ્ધાંત અને બીજા અર્ધામાં ભાગવત, રામાયણ, મહાભારત અને પુરાણો વગેરેમાંથી અનુકૂળ ઉદાહરણો આપેલાં છે. આ પુસ્તક લઈને માબાપો પોતાના છોકરાઓને જ્ઞાન આપે તો તેઓ વ્યવહાર કુશળ અને ધાર્મિક થાય. ઈનામ આપવા માટે આ ગ્રંથ ઉત્તમ છે.

કિંમત રૂા. ૦-ર-૬

ઔરંગઝેબ

મોગલાઈનો થતો અસ્ત અને દખ્ખણમાં મરાઠા અને ઉત્તર હિંદના શીખ રાજ્યની સ્થાપનાનો વાર્તારૂપે મનોરંજક ઇતિહાસ.

કીંમત રૂ. ૧-૪-૦

મહારાણી વિકટોરીયાનું જીવનચરિત્ર

આ રાજતેજોમયિ ઇંગ્લાંડની મરહુમ મહારાણીનું સુંદર બોધદાયક ચરિત્ર છે. તે મુંબઈ ઈલાકાના તથા ગાયકવાડના સરકારી કેળવણી ખાતાએ ઈનામ તથા લાયબ્રેરીમાં રાખવા માટે મંજુર કરેલું છે.

કીંમત રૂ. ૧-૮-૦

દિલ્લીપર હલ્લો અથવા ભરતખંડના પરવશપણાનો પ્રારંભ

ભરતખંડમાં હિંદુ રાજ્યનો કેમ નાશ થયો તે દર્શાવનારી આ એક અનુપમ ઐતિહાસિક નવલકથા છે. એમાં પૃથુરાજ ચૌહાણ તથા ઉદેપુરના રાણા સમરસિંહની વીરતાનું અદભુત દર્શન કરાવવામાં આવ્યું છે, અને કેવા દગા ફટકાથી શાહબુદિન ઘોરીએ પૃથુરાજને પરાજય કીધો તેનું ને તે કાળની નીતિ રીતિ દર્શાવનારું યુદ્ધ વર્ણન આપવામાં આવ્યું છે. આ પુસ્તક માટે સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ અને પ્રોફેસર હેડીવાળાએ સારા અભિપ્રાય દર્શાવ્યા છે.

કીંમત રૂ. ૨-૦-૦