આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
ગંગા–ગુર્જર વાર્તા

નહિ. બારણા નજીકથી જ તે બોલી ઉઠી કે, “જો તમે મારું નામ લીધું તો તમારી વાત તમે જાણી. મેં શું તમારી દીકરીનું અહિત ઇચ્છયું ? આ તમારી મેળે તમે મારાં પાપ ધુવો છો, તેનો પરમેશ્વરને ત્યાં તમારે જવાબ દેવો પડશે.”

ગંગાએ તેનું મોં પકડીને તેને બેલતી અટકાવી, અને લલિતા સાસુજી પોતાનો રહેલો સહેલો સપાટો હમણાં બતાવતે, પણ એટલામાં ડાકતર સાહેબ પધાર્યા; ને આ મોટા ઝગડાનો અંત ક્ષણમાં આવી ગયો.

ડાકતરે આવતાં સાથ કમળાની નાડ તપાસી તો મગજપર લોહીના ચઢવા શિવાય બીજું કંઈ માલમ પડ્યું નહિ, તુરત ઔષધ આપ્યું ને કમળાની તબીયતમાં તુરતાતુરત ફેર જણાયો. અડધો કલાક બેસીને ડાકતર, પાછા ગયા. પાપા કલાકે પીવાનું ઔષધ આપવાનું હતું તે આપ્યું, જેથી, એક કલાકમાં કમળાને શુદ્ધિ આવી. તે પાસું બદલીને અાંખ ઉઘાડીને જોવા લાગી ને દૂરથી ગંગાને ઉભેલી જોઈ, એટલે તેને બોલાવી.

“ગંગા ભાભી, પાસે આવો.”

“દીકરા શું કહે છે, હું તારી પાસે બેઠી છું.” કમળાની માએ કહ્યું.

“માજી તમારું મને કામ નથી. ભાભી આવે ને જરા માથે ધુપેલ ધસે તો માથું દુખતું મટે. આજે માથું ઘણું ભારે થયું છે.” કમળાએ ઝીણે સાદે કહ્યું.

“ભાભીનું એમાં શું કામ છે, લાવની હમણાં તારું માથું ઉતારી નાંખું.” એમ કહેતી એારડા બહાર ધુપેલ લેવા જવાને ઉઠી.

“ના ના માજી, તમારે શું કામ મહેનત કરવી જોઈએ? ભાભી મને ધીમે ધીમે ધુપેલ ઘસશે એટલે બસ થશે; તમે હવે જઈને સુઈ જાઓ. મને સારું છે. મને શું થયું હતું, તે પણ ભાભી કહેશે. બાપાજી હજી તમે પણ શું કામ જાગો છો ? મા, તું પણ જા હવે.”

આ શબ્દો વજ્રબાણ જેવા લલિતાને લાગ્યા, તેણે મનમાં પોતાની દીકરીને હજારો ગાળો દીધી, પણ તે હમણાંજ સારી થઈ છે, તેથી કંઈપણ