આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ગંગા-ગુર્જર વાર્તા


કદી પોતાના પતિને પત્રથી લખી કે જાતે કહી. તેના બાપની દોલતનો કેટલોક ભાગ તેને જ મળનાર હતો, પણ તે પૈસાના મદે કરી છલકાઈ નથી. તે આખા ઘરમાં તો શું, પણ આખા સુરતમાં એક અમેાલ નમૂનો હતી. તેના ઘરની, તેના જ્ઞાનની ને તેની સ્વચ્છતાની વાત આખી નાગર વાણિયાની ન્યાતમાં ચાલી રહી હતી. આડોસી પાડોસીઓ તેનાં વખાણ કરતાં એટલું જ નહિ, પણ તેનાથી ઘણું શીખતાં હતાં. ગંગા નાજુક છતાં પણ કોઈનું એ કામ કરવાને ના પાડતા નહિ.

પ્રાત:કાળમાં તે હંમેશાં પાંચ વાગતાં ઉઠતી, પણ આજે તો સૂતી જ નહોતી, તેથી વહેલી ઉઠી ને ઘરનો સઘળો ધંધો આટોપી લીધો હતો. એટલામાં કિશોરલાલ આવી પહોંચ્યો. અન્યોન્ય દંપતીએ એકેક તરફ બારણામાં પેસતાં જ પ્રીતિનું નેણ ફેંકી પ્રેમભાવ બતાવ્યો. ઘરમાં પેસતાં જ કમળા બહેનની તબીયત બગડવાના સમચાર જાણી તે જ્યાં સૂતી હતી ત્યાં કિશોરલાલ ગયો.



પ્રકરણ ૫ મું.
ઉમરાવજાદાની દીકરી

વૈશાખ મહિનાની રાત્રિ ઘણી ટુંકી હોય છે. પરોઢિયાના પાંચ વાગતાંમાં જોઈયે તેટલું અજવાળું થાય છે. કિશોર, કમળા જ્યાં સૂતી હતી, તે ઓરડામાં ગયો ત્યારે પરોઢિયું થઈ ચૂક્યું હતું. એારડામાં જતાં તેને માલુમ પડ્યું કે, બહેન તદ્દન નિદ્રાવશ છે, તેથી તે બીજી બાજુએ ખુરસી લઈને બેઠો. પાંચેક મિનિટ થઇ નહિ તેટલામાં શેઠાણી ઓરડામાં આવ્યાં ને કિશેારને એકલો વિચારમાં બેઠેલો જોયો, એટલે તેમનું પાકી આવ્યું. પોતાના ખાનગી ઓરડામાં એક દીકરાને બેઠેલો જોવાને એક હિંદુ માતા રાજી થઈ નહિ. તે તેના મનથી ઘણું અમર્યાદિત લાગ્યું, હિંદુ માતાએ પોતાના દીકરાને પરણાવતી વખતે જે