આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
વઢકણાં સાસુજી

બોલવું સાંભળતાં બોલતાં જ અટકી ગયાં. એટલામાં ગંગા, સાસુજીને તથા કમળીને જમવા તેડવાને ઓરડામાં આવી. સાસુજીનો રોષ જબરો તેણે જોયો, થોડીક પળ તે ઉભી રહી, પછી ધણી નમ્ર વાણીથી કહ્યું:

“સાસુજી, હેઠળ પાટલા માંડી ભાણાં પીરસેલાં છે.” પછી ફરી કમળીને પણ કહ્યું. “મેાટી બહેન, તમે પણ ઊઠો.”

“મારે નથી જમવું, તમે તમારાં હોઝરાં ભરો.” સાસુજી બેાલ્યાં.

“તમારા આવ્યા પહેલાં કોઈ જમશે નહિ.” ગંગાએ ઉત્તર દીધો.

“ગમે તે થાય, હવે આ ઘરમાં હું નહિ જમીશ !” પાછાં રોષમાં લડકણાંબાઈ બેાલ્યાં.

“તેનું કારણ કંઈ કહેશો માજી ?” કમળીએ પૂછ્યું.

“તેની તારે શી જરૂર છે ? હું મારી પોતાની માલીક છું તે ચાહે તેમ કરીશ. તને રાંડને કોણ ડાહીચતરી કરે છે કે છાકીછાકી આટલું આટલું બોલે છે ! ઘણું બોલીને સૌનાં નામ તો બોળ્યાં. જરા પણ ભાન બળ્યું છે ? જીભે આવ્યું તે ભરડી જતાં જ શીખી છે, બીજું શું ? પેલા ડોસાએ નિશાળે પડાપડ ભણવા મોકલી ત્યારે તો કહેતા હતા જે ભણી ગણીને ડાહી તથા શાણી વિવેકી થશે, તે આ જ કે ? રાંડ શાણી થવાવાળી એ જ કે, માને લડકણી, ખોટ્ટા બોલી, જુઠ્ઠી, સાચ્ચી એવી અનેક વાતો કહે છે, બળ્યું રાંડનું ભણતર, ને મુઆં એ ભણતાં ને ભણાવતાં ! ભણીગણીને માબાપની આમન્યા રાખવાને બદલે તડતડ સામા ઉત્તર દેતાં તે શીખી છે, એ શિવાય શું શીખી આવી છે ?” લડકણાં લલિતાગવરીએ પોતાનો સઘળો રેાષ ગરીબ વિધવા દીકરીપર કાઢ્યો, અને એ બોલતાં અનેક જાતના ચાળા ચસ્કા કીધા.

“માજી ! તમારે ગમે તે કહો, હું અનાથ થઈ ત્યારે જે તમે કહો ! તે મારે સાંભળવું જ.” અાંખમાં અાંસુ લાવતાં કમળી તૂટક તૂટક શબ્દથી બોલી.

“સાંભળશે નહિ તે જશે ક્યાં ચૂલામાં ! અત્યારમાં આટલી