આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
વઢકણાં સાસુજી

ધર્મ તો સાસુજી વિસરી જ ગયાં છે, સસરાજી પણ ઘણા કંટાળ્યા છે. કહેતાં લજજા ઉપજે છે, પણ ગૃહસ્થાઈને ન છાજે એવા અપશબ્દો આપણા કુટુંબને લજાવે છે.”

“હશે, હવે એ વાત પડતી નાંખો. તમે શરીરે તો આરોગ્ય છેાની ?” કિશેારે પ્રેમથી પૂછ્યું.

“આ૫ સ્વામીનાં દર્શન થયા પછી આરોગ્યતા ક્યમ નહિ હોય ! પણ આ વેળાએ તમે ઘણા લેવાઈ ગયા છો. પરીક્ષાનું કામ ઘણું મહેનતનું છે, તેને લીધે આ વેળાએ તમારા મોપરથી નૂર ઉડી ગયું છે. સાચે, તમે અથાગ શ્રમ લીધો છે, અને ઈશ્વરેચ્છા હશે તો તેનો સારો બદલો મળશે. તમારી નાજુક પ્રકૃતિને લીધે તો તમે છેક જ સુકાઈ ગયા છો, હમણાં કેમ છો વારુ ?” શરમાતાં શરમાતાં ગંગા ગુણવતીએ પ્રશ્ન પૂછ્યો.

“હમણાં ?” કિશોરે આશ્ચર્ય પમાડવા પાછો પ્રશ્ન કીધો. “જો આ ક્ષણને માટે મને પૂછવામાં આવતું હોય તો હું એમ કહું છું કે, ઈંદ્રનું નંદનવન પણ કુછ બિસાતમાં નથી. તારું પ્રેમાળ મુખડું નિરખતાં કોણ પોતાનું દુઃખ વિસરી નહિ જાય ? ખરેખર નેત્રમણિ ગંગા, તારા પત્રોથી જ મારાં ત્રણ વરસ બહુ સુખશાંતિમાં ગુજરી ગયાં. જે દિવસે તારો પત્ર મળતો, તે દિવસે જે ઉમંગથી અભ્યાસમાં રોકાતો, તેવો ક્વચિત જ રોકાતો હતો.”

“મારા પિતાજી આપને મળ્યા હતા ? હમણાં પૂનેથી તેઓ મુંબઈ આવ્યા હતા.” ગંગાએ પોતાના બાપની ખબર પૂછી. એટલામાં દરવાજા નજીક કોઈનાં પગલાં સંભળાયાં, ને ગંગા ઘણી ચમકી તે બારણા બહાર ગઈ, પણ કોઈ જણાયું નહિ. મદન તુળજાના ઓરડામાં જાગ્યો હતો, ત્યાંથી તેને લઈ પાછી ફરી. એટલામાં નીચે વાળુની વેળા થઈ હતી, તેની બૂમ પડી. કિશોરે કહ્યું કે, “મોટી ભાભી હમણાં તબીયત નાજુક છે તે ભૂખ્યાં રહેવાથી ઘણાં હેરાન થશે, માટે તેમને