આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ગંગા–ગુર્જર વાર્તા

તમારાં દર્શનથી વિશેષ ખુશાલી જેવું શું છે? આપ પ્રાણનાથથી મને પ્રિય અને આપની ચરણસેવાથી વધુ શું જોઈએ છે ? પ્રિયના કુશળ સમાચાર જાણવાને ચાતકપેરે આતુર છે,

આપની ચરણરજ દાસી,


ગંગા.


કાગળ વાંચી રહ્યા પછી કિશોરને આનન્દ ને ખેદ બન્ને સાથે પ્રાપ્ત થયાં, ઘરની હાલત છેક જ કથળી ગઇ હતી, તેથી હવે ઘરમાં મઝીયારો બરાબર સચવાય તેવું એને ભાસ્યું નહિ. તેમાં કોઇની કશી કસુર નહોતી, પણ પોતાની માતાની જ કસુર હતી. પણ ઉપાય શું ? તે નિરુપાય હતો. એનાથી એક પણ શબ્દ બોલાય તેમ નહોતું. એને અતિ ઘણો સંતોષ પોતાની પ્રિયાના સંબંધમાં હતો. તે હંમેશાં જ એના સુખમાં આનન્દ માનતી હતી, ને તેથી આટલું પણ એણે લખ્યું તે ન છૂટકે લખ્યું હશે એમ કિશોરે સારી રીતે જાણ્યું.

યુનીવર્સિટીની ડીગ્રી (પદવી) લીધા પછી એને સુરત જવાનો વિચાર હતો પણ તેટલામાં મુંબઇમાં નોકરી મળે તો તે મેળવવાની ને હવે મુંબઇમાં જ રહેવાની એની વધુ મરજી હતી. પ્રિયાના પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર સ્થાયી થયા પછી હતો. શો વિચાર નક્કી કરવો તેટલા માટે મોતીલાલની પાસે તે ગયો, ત્યારે તે પણ પત્ર વાંચતો હતો. તરત જ આ પત્ર મોતીલાલે કિશોરના હાથમાં આપ્યો, જેમાં બીજું કંઇ નહોતું, પણ મોતીલાલે જે જે કહ્યું હતું તે બાબતમાં શા વિચાર હતા તે જાણવાને કમળીએ મરજી બતાવી હતી. કમળીના શબ્દ ઘણા નમ્ર વિનયવંત ને આર્જવવાળા હતા. તેમાં એવી તો નિરાશાની સાથે વિનતિ કરવામાં આવી હતી, કે જો સૃષ્ટિનું અવલોકન કરનાર પ્રાણી તેના ઉંડાણમાં ઊતરીને જોય તો તેને એ પત્રમાંથી ઘણો ચમત્કારિક ભાગ માલમ પડ્યા વગર રહે નહિ. ઘણી ઊંડી નિરાશાનાં દુ:ખોથી આ પત્ર લખાયો હતો. તેમાં પ્રેમવાણીનો એક પણ શબ્દ નહોતો, તેમ પોતાના હૃદયની લાગણી શું છે તે પણ બતાવામાં