આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
એલ્ફીન્સ્ટન કૉલેજ

આવી નહોતી, પરંતુ સ્ત્રીના યોગ્ય ધર્મ રહીને અને પૂર્ણ પ્રૌઢ વિચારથી પત્ર લખાયો હતો, ને વાંચતાં વાંચતાં ત્રણવાર મોતીલાલનાં નેત્ર અશ્રુથી ભીંજાયાં હતાં.

મોતીલાલ ઘણા કોમળ હૃદયનો હતો, તેમાં તે જ્યારે સ્ત્રી કે કોકનાં દુ:ખ સાંભળે કે જોય ત્યારે તે પીગળીને નરમ ઘેંશ થઈ જતો હતો. કમળીને નિરાશા ને તેના અંત:કરણની ઉમેદનું ભાંગી પડવું વેદના સંબંધી યાદ કરતો હતો, ત્યારે આ સુશીલ પુરુષને મૂર્છા આવી જતી હતી. એ પોતે ખરી લાગણીથી નિ:શ્વાસ મૂકતો હતો, ને વખતે પોતાના દરજજાને વિસરી જઇને ઘણી વેળા એ અમાનુષિક વૃત્તિથી પોતાનો અબળા જાતિ પ્રત્યે આ અવિનય જોઇ તિરસ્કાર કરતો હતો. ક્વચિત્ ક્વચિત્ કમળીને ફરિશ્તા કે દેવી તરીકે જોઈ હતી, અને કિશેાર પણ ટેકો આપતો હતો. બાળપણથી તો નહિ પણ લગભગ બે ત્રણ વર્ષ થયાં એ કમળીને જોતો હતો, ને તેના ચરિત્રનું અવલોકન કરી જતાં એને એટલી બધી તો તે મનોહર, મીઠી, નિર્દોષ, વેધક, સાદી, શહાણી, નાજુક ને વિનયવાળી, અને ઉપલી ટાપટીપ કરતાં આભ્યંતર સદ્‌ગુણથી ભરેલી જોઇ કે એના મોઢા સમક્ષ મૂર્તિ રમવા માંડી. જે મૂર્તિનું એને હમણાં લક્ષ લાગ્યું હતું; તેમાંએ પોતાના સમુદાયમાંનાં હજારો સંસાર કુટુંબ એણે જોયાં, પરંતુ કોઇપણ કુટુંબમાં કમળી જેવી સુંદરી એના જોવામાં આવી નહિ. ને માટે વિચાર કરતાં તેને ઘણો સંતાપ થયો કે, એક પૂજ્ય પવિત્ર તરફ એ ઘણો બેદરકાર થયો, તે એટલે સૂધી કે પોતાની ના કલ્યાણ માટે જેટલી કાળજી એણે પહેલાં રાખી હતી તે સધળી ભૂલી ગયો ને પોતાની એક પવિત્ર ફરજ અદા કરવામાં એ પાછળ હતો. પણ ઈશ્વર સન્માર્ગે વર્તવાનો સદોદિત ઉપદેશ આપે છે, ને તેમ જ આ સંબંધમાં બન્યું છે, એથી આ વેળાએ બંને મિત્રો પોતાની ભવિષ્યની ચિંતા સંબંધી ભૂલી ગયા ને આજ અગત્યની વાત પર મંડી ૫ડ્યા.