આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
ઘરમાં તો જેમનું તેમ જ


પોતાના ભાઈ તથા માબાપને જિન્દગીમાં પણ લગ્ન કરવાને માટે ના પાડેલી તેણે પોતાનો વિચાર આ વેળાએ ફેરવ્યો.



પ્રકરણ ૧૨ મું

ઘરમાં તે જેમનું તેમ જ

કિ શોરની તથા કમળીની સ્થિતિમાં આ વેળાએ થોડો ઘણો ફેરફાર થયો હતો. બે મહિનામાં મોતીલાલે લગભગ ૫૦ પત્રો કમળીપર લખ્યા હતા ને તેથી તેનું ચિત્ત ફરી ગયું હતું, તથાપિ પોતાની શિયળવૃત્તિમાં જરા પણ ખામી પડવા જેવું આચરણ કીધું નહોતું. કિશેારે વધારે અભ્યાસ કરવાનો વિચાર મૂકી દીધો હતો, ને કુટુંબને કંઈપણ આશ્રય મળે તેટલા માટે કોઈ સારી નોકરી મળે તેની શોધમાં લાગ્યો હતો. લડકણાં લલિતા શેઠાણીને પિયેરથી તેમના ભાઈનો કાગળ આવવાથી તેઓ પિયેર સીધાર્યા હતાં. સાથે કોઈ પણ ગયું ન હોતું. ખંભાતમાં તેમનું પિયેર હતું. ત્યાં તેઓ બે મહિના રહ્યાં તેટલામાં સઘળાં જણ કંટાળી ગયાં હતાં, ને ક્યારે જાય તેવી ઇચ્છા બતાવ્યા કરતાં હતાં. તુળજાગવરીનો પતિ પોતાની નોકરીપર હતો, તે આ વર્ષે સાહેબની સ્વારી છેક પંચમહાલમાં જવાની હોવાથી તેનાથી તરતા તરત પાછા અવાય તેમ નહોતું, પણ ઘરની સઘળી હકીકતથી તે વાકેફ હતો.

કિશેારે પોતાની ડીગ્રી લીધા પછી પોતાના કુટુંબને મુંબઈ બોલાવવા વિચાર કીધો, પણ નોકરીનું હજી અસ્થિર હતું તેથી વિચાર માંડી વાળ્યો. ગંગાએ પોતાનો વિચાર બતાવ્યો કે જો તમે એમ કરશો તો ઘરમાંથી સાસુ તથા સસરાજીને ઘણું ખોટું લાગશે, ને તેથી પ્રેમાળ દંપતી છતાં પણ વડીલોની ઇચ્છાએ વર્તવાને વધુ આતુર હતાં. એકવાર કિશેાર સૂરત આવી સૌને મળી ગયો. ઘરના ઢંગ તો પ્રથમ હતા તેનાથી વધારે ખરાબ તેના જોવામાં આવ્યા, મોટી ભાભીનો વિચાર