આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કવિ - સલામ કરીને પાછો રાજસભામાં ગયો.

નરોત્તમ - (ગૌરીબાઈને) આવતે રવિવારે મેહેરબાની કરીને અમારા ઘર સુધી પધારવાની તસદી લેશો તો ઘણું સારું કેટલાએક પુસ્તકો અને "મેજીકલાંટર્ન" વગેરે યંત્ર તમને દેખાડાવા છે.

ગૌરીબાઈ - સારૂં સાહેબ, જું, અને આ મારી બહેનપણીઓ સુધાં સઊ આવીશું એમ કહીને ગંગાબાઈ વગેરે સૌને પ્રણામ કરીને પોતપોતાને ઘેર ગઈઓ. અને ગંગાબાઈ, તહા નરોત્તમદાસ પણ પોતાને ઘેર ગયાં.

બીજે રવિવારે સભા મળવાનું સાંભળીને તે રમુજ જોવા સારૂં નરોત્તમદાસના ગુમાસ્તા હાથીભાઈ વગેરે સાત આઠ મશકરાની ટોળી બપોરથી આવીને બેઠી. તેમાંથી એક જણે કહ્યું કે, એ મારવાડી કવિ મગરૂરી બહુ રાખે છે, તે કહેતો હતો કે આ શહેરમાં મારા જેવો કોઈ નથી.

હાથીભાઈ - ત્યારે આપણામાંથી એક જણને કવિ બનાવો, અને પછી આપણે તેને જ કવિતા પ્રમાણે કરીને , તે મારવાડીને મશકરીમાં ઉડાવીશું.

પછી એક જણ બોલ્યો કે હું કવિ બનું, અને તમે સઉ મારા પક્ષમાં રહેજો. તો પછી જુઓ કે હું તેને કેવો હરાવું છું. એવો ઠરાવ કરીને નરોત્તમદાસ ત્યાં ન છતાં, તેનું નામ લઈને પેલા કવિને બોલાવા સારૂ એક જણને મોકલ્યો તેણે જઈને કવિને કહ્યું કે, ચાલો તમને શેઠજી બોલાવે છે. પછી તે કવિ નરોત્તમદાસને ઘેર આવ્યો, અને પુછ્યું કે શેઠજી ક્યાં છે?

હાથીભાઈ - હમણાં આવે છે, અને કહ્યું છે કે તમે કાંઈ ચરચા ચાલવતા થહો, ત્યાં હું આવું છું.

કવિ - આ ભાઈ કોણ છે ? અને એમનું નામ શું છે ?

હાથી - અહો તમે હજી સુધી એમને નથી ઓળખતા ? એમનું નામ પ્રૌઢ કવિ છે. અને અમારા શેહેરમાં તે મોટો કવિ ગણાય છે. અમે ધારીએ છૈએ કે એના જેવો આજને સમે દુનિયામાં કોઈ નથી.

કવિ - પરુઢકવિજી, તમે કવિતાના નિયમના કિયા કિયા ગ્રંથો ભણ્યા છો ? કવિપ્રિયા, રસરહસ્ય કે અલંકારત્નાકર ભણ્યા છો ?

પ્રૌઢકવિ - એ તો બધા ગ્રંથો દશ વર્ષની મારી ઉમર હતી ત્યારે મેં જોઈ લીધા છે; મારૂં અજાણ્યું કશું નથી. એવી વાત ચાલતી હતી ત્યાં ગૌરીબાઈ આવ્યાં.

હાથી - ગૌરીબાઈ, હાલ તમે તો એક કોરાણે બેસો, અને આ બંને મહા કવિયોની ચરચા સાંભળો. અને તમે એક શમશાપૂર્તિ તે બંનેને પૂછો, જોઈએ કોની