આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કવિતા સારી બને છે ? વળી ગૌરીબાઈના કાનમાં કહે છે કે, સવૈયા, કે કવિત વગેરે જેમાંચાર ઠેકાણે એક જ રીતના અનુપ્રાસ મેળવવા પડે, એવું કઠમ પુછશો નહિ. જેમાં એક તરેહના ફક્ત બે મેળવવા પડે, એવું કઠમ પુછશો નહિ. જેમાં એક તરેહના પ્રાસ ફક્ત બે મેળવવા પડે એવા દોહા, કે સોરઠા જેવું અને સેહેલું પુછજો.

ગૌરી - (એક સોરઠાનું છેલું પદ રચી આપે છે.)

"કીધાં ઢાંકણ કાચનાં"
એ પદ છેલું આવે એવો એક સોરઠો બંને જણા રચી આપો.
પછી બંને જણા શિલેટ ઉપર સોરઠો રચવા લાગ્યા.

હાથી - કેમ સોરઠો બનાવ્યો કે નહી ?

બંને જણ બોલ્યા કે, હા બનાવ્યો.

પ્રૌઢ - પહેલો તમારો દેખાડો, પછી મારો સોરઠો દેખાડીશ.

કવિ - લો. જુઓ.

સોરઠો
ઘટમાં જે ઘુંટાય, છાનુ છેક રહે નહીં;
એ બાંકે દેખાય, દીધાં ઢાંકણ કાચનાં. ૧

હાથી - જુઓ ગપ માર્યું છે. ઘડાના બાંકાં ને કાચનાં ઢાંકણ કોણ કરે છે ? એ વાત કાંઈ સંભવતી નથી.

પછી પ્રૌઢને પુછે છે, કે કેમ તમારો સોરઠો થયો કે નહિ ?

પ્રૌઢ - (કાનમાં કહે છે) ક્યારનો માથાકુટ કરૂ છું. પણ અનુપ્રાસ મેળવતાં અર્થ તુટી જાય છે, અને અર્થ મેળવતાં અનુપ્રાસ તુટી જાય છે, પણ જડતું આવતું નથી.

હાથી - અરે જડતું આવ્યાનું શું કામ છે ? આ કવિતા કાંઈ ભુજના રાવ સાહેબની પોશાળમાં પરખવા મોકલવાની નથી. જેવી હશે તેવી વખાણશું અને આંહી કવિતા સારી, નરશીમાં કોણ સમજે છે? લાવો જેવો થયો હોય તેવો. પછી વળી માથાકુટ કરતાં બે ચાર વર્ષ સુધીમાં એ જ સોરઠાના પ્રાસ મેળવી શકો તો મેળવી આપજો, વળી ફેરવીશું.

સોરઠો
જાતી ભેદ તોડો, બાકિ હવે એટલું છે,
બંગલા આ બારિઓ થઈ, દીધાં ઢાંકણ કાચનાં. ૧

હાથી - વાહ, વાહ, સાબાશ સાબાશ, એમ કહીને બધી ટોળીએ ખૂબ જોરમાં તાલિયો પાડી. અને કહ્યું કે, જુઓ કવિતા તો આનું નામ કહેવાય.