આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નીમેલાં કર્મનો ક્યારે નહીં સંન્યાસ તો ઘટે;
મોહથી જો કરે ત્યાગ, તે ત્યાગ તામસી કહ્યો. [૧]

કર્મે છે દુ:ખ માટે જ કાયક્લેશ ભયે ત્યજે,
તે કરે રાજસ ત્યાગ, ન પામે ફળ ત્યાગનું. [૨]

રહીને નિયમે કર્મ કર્તવ્ય સમજી કરે,
અનાસક્ત ફળત્યાગી, જાણ તે ત્યાગ સાત્ત્વિક. ૯

ક્ષેમ કર્મે નહીં રાગ, અક્ષેમે દ્વેષ તો નહીં;
તે ત્યાગી સત્ત્વમાં યુક્ત, જ્ઞાનવાન, અસંશયી. ૧૦

શક્ય ના દેહધારીને સમૂળો ત્યાગ કર્મનો;
કર્મના ફળનો ત્યાગી, તે જ ત્યાગી ગણાય છે. ૧૧

સારું,માઠું તથા મિશ્ર, ત્રિવિધ કર્મનું ફળ;
અત્યાગી પામતા તેને, સંન્યાસીઓ કદી નહીં. ૧૨

સર્વે કર્મો તણી સિદ્ધિ થાય જે પાંચ કારણે;
કહ્યાં તે સાંખ્ય સિદ્ધાંતે, તેને તું મુજથી સુણ. ૧૩

અધિષ્ઠાન તથા કર્તા, ત્રીજું વિવિધ સાધનો,
ક્રિયા નાના પ્રકારોની, ને ભળે દૈવ પાંચમું, [૩] ૧૪

કાયા—વાચા—મન જે જે કર્મને આદરે નર,--
અન્યાયી અથવા ન્યાયી, -- તેના આ પાંચ હેતુઓ. ૧૫

આવું છ્તાંય આપે જ કર્તા છે એમ જે જુએ,
સંસ્કારહીન, દુર્બુદ્ધિ, સત્ય તે દેખતો નથી. ૧૬


  1. [નીમેલાં—ઇન્દ્રિયોના નિયમપૂર્વક કરેલાં, ]
  2. [કર્મ કરવામાં શરીર વગેરેને કષ્ટ પડવાનું છે એ જ વિચારથી ત્યજે.]
  3. [અધિષ્ઠાન—આધાર, પાયો; જેના પર કામ કરવાનું છે. જેમ કે ખેતીમાં ખેતર, ચિત્રકામમાં કાગળ, કપડું, ભીંત વગેરે, એવા કાર્યમાં જેમનીસેવા કરવી છે તે મનુષ્યો.]