આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૨ જો
જ્ઞાન અને યોગનું મહત્ત્વ


સંજય બોલ્યા—
આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી
શોચતા પાર્થને આવાં વચનો માધવે કહ્યાં ૧
 
શ્રી ભગવાન બોલ્યા—
ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે
નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે? ૨

મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું (શોભતું ) નથી;
હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ. [૧]

અર્જુન બોલ્યા--
મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ, તે પ્રતિ
કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું? ૪

વિના હણીને ગુરુઓ મહાત્મા
ભિક્ષા વડે જીવવું તેય સારું;
હણી અમે તો ગુરુ અર્થવાંછુ
લોહીભર્યાં માણશું ભોગ લોકે ! ૫


  1. [If one reads this one Shloka— ક્લૈબ્યં મા સ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપદ્યતે I ક્ષુદ્રં હ્રદ્યદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ II 2/3 --one gets all the merits of reading the entire GITA; For in this one Shloka lies embedded the whole Message of the GITA --SWAMI VIVEKANANDA]