આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,
તે નર કેમ ને કોને હણાવે અથવા હણે? ૨૧

ત્યજી દઈ જીર્ણ થયેલ વસ્ત્રો,
લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;
ત્યજી દઈ જીર્ણ શરીર તેમ,
પામે નવાં અન્ય શરીર દેહી. ૨૨

ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાળતો,
ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે. ૨૩

છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના;
સર્વવ્યાપક તે નિત્ય, સ્થિર, નિશ્ચળ, શાશ્વત. ૨૪

તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;
તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં. ૨૫

ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,
તોયે તારે, નહાબાહુ, આવો શોક ઘટે નહીં. ૨૬

જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;
માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં. ૨૭

અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;
વળી, અવ્યકત છે અંત; તેમાં ઉદ્વેગ જોગ શું? ૨૮

આશ્ચર્ય શું કોઈ નિહાળતું એ,
આશ્ચર્ય શું તેમ વદે, વળી, કો,