આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અગ્નિજ્યોતે[૧], દિને, શુક્લે, છ માસે ઉત્તરાયણે,
તેમાં જે બ્રહ્મવેત્તાઓ જાય તે બ્રહ્મ પામતા. ૨૪

ધુમાડે, રાત્રીએ, કૃષ્ણે, છ માસે દક્ષિણાયને,
તેમાં યોગી ફરે પાછો પામીને ચંદ્રજ્યોતિને.[૨] ૨૫

શુક્લ-કૃષ્ણ ગણી આ બે ગતિ વિશ્વે સનાતન;
એકથી થાય ના ફેરા, બીજીથી ફરતો વળી. ૨૬

આવા બે માર્ગ જાણે તે યોગી મોહે પડે નહીં;
તે માટે તું સદાકાળ યોગયુક્ત બની રહે. ૨૭

વેદો તણાં, યજ્ઞ-તપો તણાંયે,
દાનો તણાં પુણ્ય ફળો કહ્યાં જે;
તે સર્વ આ જ્ઞાન વડે વટાવી,
યોગી લહે આદિ મહાન ધામ. [૩] ૨૮


  1. [જ્યોતિ—જ્વાળા છતે.]
  2. [જ્યોતિ—તેજોમય લોક.]
  3. [અન્વય—“ તે સર્વ આ ” (=આ સર્વ બ્રહ્મ છે, એ) જ્ઞાન વડે વટાવી અથવા –તે સર્વ(વેદ, યજ્ઞ, તપ ઇ૦ આ(બે માર્ગોના) જ્ઞાન વડે વટાવી.]