આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પત્રં પુષ્પં ફલં તોયં જે આપે ભક્તિથી મ’ને,
ભક્તિએ તે અપાયેલું આરોગું યત્નવાનનું. [૧] ૨૬

જે કરે, ભોગવે વા જે, જે હોમે, દાન જે કરે;
આચરે તપને વા જે, જે હોમે, દાન જે કરે;
આચરે તપને વા જે, કર અર્પણ તે મ’ને. ૨૭

કર્મનાં બંધનો આમ તોડીશ સુખ—દુ:ખદા;
સંન્યાસયોગથી યુક્ત મ’ને પામીશ મુક્ત થૈ. ૨૮

સમ હું સર્વ ભૂતોમાં, વા’લા—વેરી મ’ને નથી;
પણ જે ભક્તિથી સેવે, તેમાં હું, મુજમાંહી તે. ૨૯

મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે મ’ને;
સાધુ જ તે થયો માનો, કાં જે નિશ્ચયમાં ઠર્યો. ૩૦

શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને;
પ્રતિજ્ઞા કરું છું મારા ભક્તનો નાશ ના કદી. ૩૧

સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો, જીવો પાપીય યોનિના,
જો મારો આશરો લે તો, તેયે પામે પરંગતિ. ૩૨

પવિત્ર બ્રાહ્મણ—ક્ષત્રી ભક્તની વાત શી પછી?
દુ:ખી અનિત્ય આ લોક પામેલો ભજ તું મ’ને. ૩૩

મન—ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ;
 મ’ને જ પામશે આવા યોગથી, મત્પરાયણ. ૩૪


  1. [ગુજરાતીમાં કહેવત જેમ હોવાથી તેમ જ રાખ્યું છે. તોયં એટલે પાણી.]