આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ૐ એકાક્ષર વાણીનો, મહર્ષિઓ તણો ભૃગુ;
જપયજ્ઞ હું યજ્ઞોનો, સ્થાવરોનો હિમાલય. ૨૫

પીંપળ સર્વ વૃક્ષોનો, સ્થાવરોનો હિમાલય.
ચિત્રરથ હું ગંધર્વે, સિદ્ધે કપિલદેવ હું. ૨૬

ઉચ્ચૈ:શ્રવા હું અશ્વોનો, --અમૃતે ઊપજ્યો હતો;
ઐરાવત ગજોનો હું, નરોનો હું નરાધિપ. ૨૭

આયુધોનું હું છું વજ્ર, ગાયોની કામધેનુ હું;
જન્મહેતુ હું કંદર્પ, સર્પોનો છું વાસુકિ. ૨૮

અનંત સર્વ નાગોનો, વરુણ યાદસો તણો;
પિત્રીનો અર્યમા હું છું, યમ સંયમકારનો. [૧] ૨૯

પ્રહ્ લાદ સર્વ દૈત્યોનો, કાળ છું ઘડિયાળનો[૨];
વનેચરો તણો સિંહ, પંખીઓનો ખગેશ્વર. ૩૦

વાયુ હુંવેગવાનોનો, રામ હું શસ્ત્રવાનનો;
મગર સર્વ મચ્છોનો, ગંગાજી હું નદી તણી. ૩૧

આદિ, મધ્ય તથા અંત હું સર્વ સૃષ્ટિઓ તણું;
અધ્યાત્મવિદ્યા વિદ્યાની, વાદ પ્રવચનો તણો. ૩૨

અકાર અક્ષરોનો હું, સમાસોનો હું દ્વંદ્વ છું;
સ્ત્રષ્ટાવિશ્વમુખી છું ને હું જ છું કાળ અક્ષય. ૩૩


  1. [વરુણ—એક મોટું જળચર પ્રાણી. યાદસો—જળ-જંતુઓ. સંયમકાર—બીજાનો નિગ્રહ કરવાવાળા. જેમ કે, પોલીસ, જેલર, ગાડીવાન, યમદૂત વગેરે. ]
  2. [ઘડીયાળ—કોઈ પણ કાળમાપક યંત્ર]