આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારું આ અદ્ ભુત ઉગ્ર રૂપ
      દેખી ત્રિલોકી અકળાય, દેવ ! ૨૦

આ દેવસંઘો તમમાંહી પેસે,
      કો’ હાથ જોડી વીનવે ભયેથી;
 ‘સ્વસ્તિ’ ભણી સિદ્ધ—મહર્ષિ—સંઘો
       અનેક સ્તોત્રે તમને સ્તવે છે. ૨૧

આદિત્ય, રુદ્રો, વસુ, વિશ્વદેવો,
       સાધ્યો, કુમારો,મરુતોય, પિત્રી,
ગંધર્વ, યક્ષો, અસુરોય, સિદ્ધો,
       આશ્ચર્યથી સૌ તમને નિહાળે. [૧] ૨૨

મોં—નેત્ર ઝાઝાં, વિકરાળ દાઢો,
      હાથો, પગો ને ઉદરોય ઝાઝાં;
વિરાટ આ રૂપ તમારું ભાળી,
      પામે વ્યથા લોક બધા અને હું. ૨૩

વ્યોમે અડેલા, બહુ રંગવાળા,
      ખુલ્લાં મુખો, દીપ્ત વિશાળ ડોળા;
તેજે ભરેલા તમને નિહાળી,
      મૂંઝાઉં ને ધીરજ શાંતિ ખોઉં. ૨૪

જોતાં જ સર્વે પ્રલયાગ્નિ જેવાં
       મુખો તમારાં, વિકરાળ દાઢો,


  1. [કુમારો—અશ્વિનીકુમારો.]