આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિશા ન સૂઝે, નહીં શાંતિ લાગે,
      પ્રસન્ન થાઓ, જગના નિવાસ ! ૨૫

વળી, બધા આ ધૃતરાષ્ટ્રપુત્રો,--
      ભૂપો તણા સર્વ સમૂહ સાથે,--
આ ભીષ્મ, આ દ્રોણ જ, સૂત કર્ણ,--
      સાથે અમારાય મહાન યોદ્ધા,-- ૨૬

પેસે ત્વરાથી મુખની તમારી
      બિહામણી ને વિકરાળ દાઢે;
દાંતો તણાં અંતરમાંહી કોઈ
      ચોંટ્યા દીસે ચૂર્ણ બનેલ માથે. ૨૭

નદી તણા જેમ જળપ્રવાહો,
      વેગે સમુદ્રો પ્રતિ દોટ મૂકે;
ઝોળો ભર્યા તેમ મુખે તમારાં
      દોડે બધા આ નરલોક વીરો. ૨૮

જ્વાળા વિશે જેમ પતંગ પેસે
      વિનાશ કાજે અતિવેગ સાથે;
લોકો તમારાં મુખમાંહી તેમ
      નાશાર્થ પેસે અતિવેગ સાથે. ૨૯

ગ્રસી બધેથી, બળતાં મુખોમાં
      જીભો વડે લોક સમગ્ર ચાટો;