આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રભો ! તપાવે કિરણો તમારાં
      ભરી ત્રિલોકી અતિઉગ્ર તેજે. ૩૦

છો કોણ, બોલો, વિકરાળ રૂપી?
      તમને નમું હું, પરમેશ, રીઝો;
પિછણ ઇચ્છું નિજ, આદિદેવ,
      પ્રવૃત્તિ જાણી શકું ના તમારી. ૩૧

શ્રીભગવાન બોલ્યા—
છું કાળ ઊઠ્યો જગનાશકારી,
      સંહારવા લોક અહીં પ્રવર્ત્યો;
તારા વિનાયે બચશે ન કોઈ
      જે આ ખડા સૈનિક સામસામા. [૧] ૩૨

તેથી, ખડો થા, યશ મેળવી લે,
      વેરી હણી ભોગવ રાજ્ય રિદ્ધિ;
પૂર્વે જ છે મેં જ હણેલ તેને,
      નિમિત્ત થા માત્ર તું, સવ્યસાચી. ૩૩

શું ભીષ્મ,કે દ્રોણ, જયદ્રથેય,
      કે કર્ણ કે અન્ય મહાન યોદ્ધા,--
મેં છે હણ્યા, માર તું, છોડ શોક,
      તું ઝૂઝ, જીતીશ રણે સ્વશત્રુ. ૩૪


  1. [તું ન મારે તોયે.]