આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


માટે હું સાષ્ટાંગ કરું પ્રણામ,
      પ્રસન્ન થાઓ, સ્તવનીય ઈશ !
સાંખે પિતા પુત્ર, સખા સખાને,
      પ્રિય પ્રિયા, તેમ મનેય સાંખો. ૪૪

હર્ષું હું દેખી અણદીઠ રૂપ,
      છતાં ભયે વ્યાકુળ ચિત્ત મારું;
મને બતાવો, પ્રભુ, મૂળ રૂપ,
      પ્રસન્ન થાઓ, જગના નિવાસ ! ૪૫

કરે[૧] ગદા-ચક્ર, કિરીટ માથે
      જોવા જ ઇચ્છું તમને હું જોવા;
ચતુર્ભુજા રૂપ ધરો ફરી તે,
      સહસ્ત્રબાહો ! પ્રભુ ! વિશ્વરૂપ ! ૪૬

 
શ્રી ભગવાન બોલ્યા--
રાજી થઈને મુજ યોગ દ્વારા
      દેખાડ્યું આ રૂપ પરં તને મેં;
અનંત, તેજોમય, આદિ, વિશ્વ
      પૂર્વે ન તારા વિણ દીઠ કોણે. ૪૭
[૨]


  1. [કરે—હાથોમાં]
  2. [વિશ્વ—મહાન, વિરાટ.]