આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વિષયો પ્રતિ વૈરાગ્ય, નિરહંકારતા તથા
જન્મ મૃત્યુ જરા વ્યાધી દુખ દોષોનું દર્શન, ૮
 
નિર્મોહતા અનાસક્તિ, પુત્ર-પત્ની ગૃહાદિમાં
સારા માઠા પ્રસંગોમાં ચિત્તની સમતા સદા, ૯
 
અનન્ય યોગથી મારી ભક્તિ અવ્યભીચારીણી
એકાંતવાસમાં પ્રેમ, ન ગમે ડાયરા વિષે, ૧૦
 
અધ્યાત્મજ્ઞાનમાં નિષ્ઠા, તત્વજ્ઞાન વિચારણા,
આ લક્ષણે કહે જ્ઞાન, એથી અજ્ઞાન ઉલટું. ૧૧
 
હવે હું વર્ણવું જ્ઞેય જે જાણે મુક્તિ ભોગવે;
અનાદી એ પરબ્રહ્મ છે, ન કહેવાય, ના નથી. ૧૨
 
સર્વત્ર હાથ ને પાય, સર્વત્ર શિર ને મુખ;
સર્વત્ર આંખ ને કાન, સર્વને આવરી રહ્યું; ૧૩
 
નીરીન્દ્રીય છતાં ભાસે, સર્વ ઇન્દ્રિયના ગુણો ;
નીર્ગુણી, ગુણ ભોક્તાએ ભર્તા તોય આસક્તએ ૧૪
 
બહાર માં'ય ભૂતોની ચાલતું ને અચંચળ
સુક્ષ્મ તેથી જણાય નાં, સમીપે દૂર માં વળી; ૧૫
 
અખંડ તોય ભૂતોમાં જાણે ને ખંડપણે રહ્યું,
ભૂતોને જન્મ દે પોષે, ગળે એ તેમ જ્ઞેય એ ૧૬