આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જે કાઇ ઉપજે લોકે, સત્વ સ્થાવર જંગમ;
ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનાં યોગે, જાણ તે ઉપજે બધું. ૨૬
 
સમાન સર્વ ભૂતોમાં રહેલા પરમેશ્વર,
અવિનાશી વિનાશીમાં, એ દેખે તે જ દેખાતો. ૨૭
 
સમ સર્વત્ર વ્યાપેલા ઈશને દેખાનાર એ
કન હણે આપથી આપ, તેથી પામે પરંગતિ. ૨૮
 
પ્રકૃતિથી જ સૌ કર્મો, સદા સર્વત્ર થાય છે,
આત્મા તો ન કરે કાઇ; આ દેખે તે જ દેખાતો. ૨૯
 
ભૂતોના વેગળા ભાવ એકમાં જ રહ્યા જુએ,
તેથી જ સર્વ વિસ્તાર; ત્યારે બ્રહ્મદશા મળે. ૩૦
 
અવ્યાયી પરમાત્માને નથી આદિ, નથી ગુણો
તેથી દેહે રહે તોયે એ અકર્તા અલિપ્ત રહે. ૩૧
 
સૂક્ષ્મતા કારણે વ્યોમ સર્વવ્યાપી અલિપ્ત રહે,
આત્માએ તેમ સર્વત્ર વસી દેહે અલિપ્ત રહે. ૩૨
 
પ્રકાશે એકલો સૂર્ય જેમ આ જગને બધા,
ક્ષેત્રજ્ઞેય પ્રકાશે છે તેમ આ ક્ષેત્રને બધા. ૩૩
 
ક્ષેત્રક્ષેત્રજ્ઞ નો ભેદ જે જાણે જ્ઞાન-ચક્ષુથી
ભૂત-પ્રકૃતિ મોક્ષે, તે પામે છે પરંગતિ. ૩૪