આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૧૬મો.
દૈવી અને આસુરી સંપત્તિ

શ્રી ભગવાન બોલ્યા—
અભય, સત્ત્વસંશુદ્ધિ, વ્યવસ્થા જ્ઞાન-યોગમાં,
નિગ્રહ, દાન, સ્વાધ્યાય, યજ્ઞ, સરળતા, તપ; [૧]

અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન,
મૃદુતા, સ્થિરતા, લાજ, દયા જીવે, અલાલસા; ૨

ક્ષમા, અમાન, અદ્રોહ, તેજ,ધૈર્ય, પવિત્રતા;
દૈવીભાવ વિષે જન્મે, તેની આ સંપદા થતી. ૩

અજ્ઞાન, માન ને દર્પ, દંભ, ક્રોધ, કઠોરતા;
આસુરી ભાવમાં જન્મે, તેની આ સંપદા થતી. ૪

મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી;
મા કર, શોક, તું જન્મ્યો દૈવી સંપત્તિને લઈ. ૫

દૈવી ને આસુરી છે બે ભૂતોની સૃષ્ટિ આ જગે;
વિસ્તારેવર્ણવી દૈવી, હવે સાંભળ આસુરી. ૬

આસુરી જન જાણે ના પ્રવૃત્તિ કે નિવૃત્તિને,
ન સ્વચ્છતા, અ આચાર, સત્યે ના તેમને વિષે. ૭


  1. [જ્ઞાન અને (કર્મ) યોગમાં વ્યવસ્થિતતા.]