આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
અધ્યાય ૧૮ મો

ગાય ૧૮મા હાવા છતાં હિંસા કરે ને અલિપ્ત રહે; કેમ કે નિરભિમાનને હિંસા કરવાનું પ્રયાજન જ ન હાય. કની પ્રેરણામાં ત્રણ વસ્તુ હોય છે જ્ઞાન, ઝેય અને પરિવાતા. અને તેનાં અંગ ત્રણ હાય છેઃ ઇન્દ્રિયા, ક્રિયા ને કર્યાં. કરવાનું શું તે મેય, તેની રીત તે જ્ઞાન, અને જાણનાર તે પરિજ્ઞાતા. આમ પ્રેરણા થયા પછી ક થાય છે તેમાં ઇંદ્રિયા કરણુ હોય છે, કરવાનું તે ક્રિયા, ને તેને કરનારા તે કે. આમ વિચારમાંથી આચાર થાય છે. જેથી આપણે પ્રાણીમાત્રમાં એક જ ભાવ જોઈ એ, એટલે કે બધું જુદું જુદુ' લાગતા છતાં ઊંડે ઊતરીએ તેા એક જ લાગે તે સાત્ત્વિક જ્ઞાન. તેથી ઊલટું, જે જુદું દેખાય છે તે જુદું' જ લાગે તે રાજસ ાન. અને જ્યાં કઈ ખબર જ નથી પડતી તે બધું કારણ વિના ભેળસેળ લાગે એ તામસ માન.