આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
અધ્યાય ૨ જો.

અધ્યાય રો લાગે છે તે સમાધિસ્થ યાગી સ્પષ્ટ રીતે મેલું જોઈ જાય છે તે તે તરફ નજર સરખીચે કરતા નથી. આવા યેાગીની તા એવી સ્થિતિ હોય છે કે નદીનાળાંનાં પાણી જેમ સમુદ્રમાં શમી. જાય છે તેમ વિષયેા. માત્ર આ સમુદ્રરૂપ ચેગીમાં શમી જાય છે, અને એવા માણુસ સમુદ્રની જેમ હમેશાં શાંત રહે છે. તેથી જે માસ સર્વકામના તજી, નિરહંકાર થઈ, મમતા છેાડી, તટસ્થપણે વર્તે છે તે શાંતિ પામે છે. આ ઈશ્વરપ્રાપ્તિની 1સ્થતિ છે અને એવી સ્થિતિ જેને મરણ પયત ટકે છે તે માક્ષ પામે છે.