આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
અધ્યાય ૩ જો.

અધ્યાયો એટલે તે પાપમુક્ત થાય છે. એથી ઊલટું, જે પાતાને અર્થે જ કમાય છે, મજૂરી કરે છે તે પાપી છે તે પાપનું અનાજ ખાય છે. સા નિયમ જ એવે છે કે અન્નથી જીત્રા નભે છે, અન્ન વરસાદથી પેદા થાય છે ને વરસાદ યજ્ઞથી ઍટલે જીવમાત્રની મહેનતથી પેદા થાય છે. જ્યાં જીવ નથી ત્યાં વરસાદ નથી જોવામાં આવતા, જ્યાં જીવ છે ત્યાં વરસાદ છે જ. જીવમાત્ર શ્રમજીવી છે. કાઈ પડયુ રહીને ખાઈ નથી શકતું, અને મૂઢ વાતે વિષે આ સાચું છે તે! મનુષ્યને સારુ કેટલે વધારે અંશે લાગુ પડવું જોઈએ ? તેથી ભગવાને કહ્યું, ક બ્રહ્માએ ઉત્પન્ન કર્યુ, બ્રહ્માની ઉત્પત્તિ અક્ષર બ્રહ્મમાંથી, એટલે એમ જાણવું કે યજ્ઞમાત્રમાં- સેવામાત્રમાં અક્ષર બ્રહ્મ પરમેશ્વર બિરાજે છે, આવી આ ઘટમાળને જે માણસ નથી અનુસરતા તે પાપી છે અને ફીટ જીવે છે.