આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
ગીતાબોધ.

ગીતામાય વળી સ્તની જ પૂજી ‘પાપકારાર્થ’ એટલે, વધારે સારી ભાષામાં, સેવાર્થ છે એમ નહિ પણ મનુષ્યમાત્રની પૂજીમાત્ર સેવાથે છે, અને આમ છે તે અનમાત્રમાંથી ભેગતા છેદ ઊડી જાય છે તે તે ત્યાગમય થાય છે અથવા ત્યાગમાં જ ભાગ છે. મનુષ્યના ત્યાગ એ જ તેના ભાગ છે. આ પશુ અને મનુષ્ય વચ્ચેના ભેદ. આમ જીવનને અ કરતાં જીવન શુષ્ક અની જાય છે, કળાના નાશ થઈ જાય છે તે ગૃહસ્થન જીવનના નાશ થઈ જાય છે એમ આપ ઘણા કરે છે ને ઉપલા વિચારને દોષમય ગણે છે. પણ મને લાગે છે કે એમ કહેવામાં ત્યાગને અનર્થ થાય છે. ત્યાગ એટલે સંસારમાંથી ભાગીને અરણ્યમાં વાસ કરવા એમ નહિં પણ જિંદગીની બંધી પ્રવૃત્તિમાં ત્યાગની ભાવના હેવી તે. ગૃહસ્થજીવન ત્યાગમય હાય તે ભેગમય હાય. માચી જોડા સીવે, ખેડૂત ખેતી કરે, વેપારી વેપાર કરે, વાળ એમાં ત્યાગભાવના હુાય અથવા ભેગની લાલસા વાળ ઉતારે