આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
અધ્યાય ૭ મો

છાયાય મા A પશુ જે મારું શરણુ લે તે એ માયાને એટલે ત્રણ ગુણાને વટી શકે છે. સારા પશુ જેના આચારવિચારનું ઠેકાણું નથી એવા મૂઢ લોકો મારું શરણું ક્યાંથી શોધે? તે તે માયામાં પડી રહી અધારામાં જ ફર્યા કરે છે તે જ્ઞાન પામતા નથી. પશુ આચારવાળા મને ભજે છે. આમાંથી ક્રાઈ પેાતાનું દુ:ખ મટાડવા મને ભજે છે, કોઈ મને ઓળખવાની ઇચ્છાથી ભજે છે, કાઈ કાંઈક મેળવવાની ઇચ્છાથી ભજે છે, અને કાઈ બ્ય સમજી જ્ઞાનપૂર્ણાંક મને ભજે છે, મને ભજવા એટલે મારા જગતની સેવા કરવી. તેમાં કોઈ દુઃખને માથે, કાઈ કઈ લાભ મેળવવા, ક્રાઈ ચાલા જોઈ એ શું થાય છે એમ સમજી સેવા કરે છે; ને કાઈ સમજપૂર્વક, તે વિના રહી જ ન શકે તેથી, સેવાપરાયણુ રહે છે. આ છેલા મારા જ્ઞાની ભક્ત છે ને મને અંધાં કરતાં વધારે પ્રિય છે એમ કહેવાય. અથવા હે કે તે મને વધારેમાં વધારે ઓળખે છે તે