આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
ઘાશીરામ કોટવાલ.


ઘા૦— વંટોળિયો એ પિશાચનો ખેલ છે. તેમાં નહાનાં છોકરાં હાથ આવે તો પિશાચ તે છોકરાંઓને આસમાનમાં ઉડાવી લઈ જાય છે; એવી વાત સઘળાના સાંભળવામાં આવી છે. ત્યારે એ પિશાચ દરીઆના તળિયાની માટી કહાડીને ઉપર ઉડાવી ન દે શું ? પિશાચનું જોર જેવું તેવું નથી, તે તો જોશીબાવા, આપ જાણો જ છો.

મુ૦— આપને ઝાડ સરખું જે આ નક્સામાં દેખાય છે તે ધુળ નથી; ને દરીઆના તળિયામાં માટી પણ નથી. તેમાં કદાચ આપના કહ્યા પ્રમાણે પિશાચ ધુળ દરીઆમાંથી ઉડાડવા લાગ્યા, તો તેને તે ઠેકાણે બીલકુલ ધુળ મળવાની નહીં. તેમ જ દરીઆનો વંટોળિયો જમીન ઉપર થઈને હજારો કોશ દૂર જે ઠેકાણે પાણી હોય, ને દરીઆની ભરતી કોઈ કોઈ ઠેકાણે પાંચ માઈલ એટલે અઢીકોશ સૂધી જાય છે; ત્યારે આ ઝાડના જેવી આકૃતિ દરીઆનું પાણી ફુવારા માફક ઉંચું ઉડીને થાય છે.

ઘા૦— દરીઆમાં ફુવારો શી રીતે ઉડે છે તે કહો.

મુ૦— કાળાં વાદળાં થઈ આવવાથી કોઈ વખત સમુદ્ર ઉછળે છે, ને બસો હાથ આસપાસ મોટા વેગથી ચકરભમર ફરે છે; ને તે સઘળી ગતિ ચારે તરફથી એકઠી થઈને મધ્ય ભાગમાં આવે છે. તે થકી વરાળ એકઠી થાય છે. તે વરાળનો આકાર ગાયના પુંછડા જેવો થઈને તેની નાગના જેવી આકૃતિ થાય છે, ને તે વરાળ કાળાં વાદળાંની તરફ જાય છે, ને ઉપરનાં વાદળાં પણ તેમ જ વિખેરાઈને નીચે આવે છે. એ પ્રમાણે બંને તરફની વરાળો હળવે હળવે એક મેકની પાસે આવીને મળી જાય છે. બાદ પવનના જેરથી તે મળી ગયેલો ભાગ ચારે તરફ ફરે છે, ને કદી કદી મોટો અવાજ થઈને ફાટી જાય છે, ને બાફનો સંગમ અંદરથી પોલો હોય છે; ને તેમાંથી દરીઆનું પાણી ઉંચું ચડે છે; તે ઝાઝમાં બેઠેલા લોકોના જોવામાં સ્પષ્ટ આવે છે; ને તે વખત દરિઓ એટલો બધો ઉછળે છે કે એ પાણીના સપાટામાં એકાદ ઝાઝ આવ્યું, તો તેમાંથી મોટી મુશ્કેલાઈથી બચે છે. એ પાણીનો થાંભલો નહાનો નહાનો થઈને આખરે બિલકુલ દેખાતો નથી. આ જાતનો વંટોળિયો દરીઆમાં ન થતાં વરસાદથી પણ ઉત્પન્ન થાય છે; ને તેમાંથી ગંધકના જેવી ગંધ, વીજળી અને પાણી નિકળે છે. ઈસ્વી સન ૧૭૧૮ માં એવો વરસાદમાંથી નિકળેલો વંટોળિયો, ઇંગ્લંડની ઈશાનદિશામાં લાંકેશાયર શહેર છે ત્યાં થયો હતો. તે વખત સુમારે પાંચ કોશ લાંબી તથા સાત ફુટ ઉંડી જમીન ફાટી ગઈ હતી. એવો વંટોળિયાનો ભાગ સાત હજાર ફુટ સૂધી ઉંચે જતો દેખાય છે; ને