આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
ઘાશીરામ કોટવાલ.

બસો રૂપીઆ ખર્ચીને મોટા લોકો કરાવે છે; તેમાં બકરી, મેંઢો, કરચલો, વીંછુ, વગેરેનાં ચિત્રો હોય છે તેનું શું કારણ ?

જો૦— તે ચિત્રો કાંઈ આકાશમાંના છે ?

મુ૦— હા, આકાશનાં છે. અગર તમને માહીત નહીં હોય તો તમારા કરતાં જાસ્તી માહીતગારને પૂછી આવો.

જો૦— સારું પૂછીશ; પણ તમારા બોલવા ઉપર અમને બિલકુલ ભરોસો નથી.

કો૦— હશે, મુનશી, બીજાં ચિત્રો જોવાનાં રહેલાં છે, તે આવો જોઈએ.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૨૩.

ગુ૦— મુનશીએ લાવેલા નકશામાંથી અમેરિકાખંડમાંના બ્રેઝિલ દેશનો નકશો હતો. તે જોઈને આ નકશામાં લોકો શું કરે છે, એવું ઘાશીરામે પૂછવાથી બોલવું જારી થયું તે :—

મુ૦— એ લોકો હીરાની ખાણમાંથી હીરા શોધે છે.

ઘા૦— હીરા કઈ કઈ જગેથી હાથ લાગે છે, તે તમને માલુમ છે ?

મુ૦— હા, થોડું ઘણું માલુમ છે. અવલ હીરા હિંદુસ્થાન શિવાય બીજે કોઈ ઠેકાણે મળતા નહોતા. સને ૧૭૨૮ માં અમેરિકા ખંડમાંના બ્રેઝિલ દેશમાં હીરાની ખાણ છે એવી ખબર મળી. ત્યાર પહેલાં દક્ષિણ હિંદુસ્થાનમાં કૃષ્ણા નદીને કિનારે ગોવલકોંડા પ્રાંત છે. તે હીરાની ઉત્પત્તિ વિષે પ્રખ્યાત હતો. જે ઉમદા હીરાનું બયાન કેટલાક ગ્રંથોમાં છે, તેમાં હિંદુસ્થાનની સલતનતનો હીરો સઘળા કરતાં ઉમદા હતો, એવું લખેલું છે. તેનું નામ કોહિનુર એટલે તેજનો પર્વત, એવું છે. તેની આકૃતિ ખબૂતરના બેદાના વચમાંથી બે ભાગ કરીએ, તેના એક ભાગ જેવડી છે. એ હીરો ગોવલકોંડામાંથી હાથ લાગ્યો હતો. ઈસ્વી સનની શરુઆતમાં તે હીરો ઉજજણના રાજા પ્રતાપસુરની પાસે હતો. તેની પાસેથી તેના વંશના રાજા જે મધ્ય હિંદુસ્થાનમાં થતા ગયા, તેને હાથ આવતો ગયો. બાદ ઈસ્વી સન ૧૪૦૦ ની શરુઆતમાં મુસલમાન લોકોએ માળવાનું રાજ્ય લીધું, તે વખત કોહીનુર હીરો દિલ્લીના સુલતાન અલ્લાઊદીનને હાથ ગયો. પછી બાબર બાદશાહે હિંદુસ્થાનમાં પોતાનો અમલ બેસાડ્યો; તે વખત તેના હાથમાં એ હીરો સને ૧૫૨૬ માં આવ્યો. ત્યારબાદ